News Portal...

Breaking News :

કાયદાની નજરમાં વોટ્સએપ ચેટ માન્ય પુરાવા નથી: દિલ્હી હાઇકોર્ટ

2024-07-06 12:18:04
કાયદાની નજરમાં વોટ્સએપ ચેટ માન્ય પુરાવા નથી: દિલ્હી હાઇકોર્ટ


નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે એક નિર્ણય આપ્યો હતો  તેમાં સ્પષ્ટ કહ્યું હતું કે કાયદાની નજરમાં વોટ્સએપ ચેટ માન્ય પુરાવા નથી. યોગ્ય પ્રમાણપત્ર વિના, વોટ્સએપ ચેટની કોઈ ઓળખ થશે નહીં. તેનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાતો નથી. 


વાસ્તવમાં દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે ઈન્ડિયન એવિડન્સ એક્ટ 1872 હેઠળ કોઈપણ પુરાવાને ત્યારે જ માનવામાં આવે છે જ્યારે તેને જરૂરી પ્રમાણપત્ર સાથે રજૂ કરવામાં આવે, પરંતુ વોટ્સએપ ચેટ કોર્ટની નજરમાં માન્ય નથી.ફરજિયાત પ્રમાણપત્ર વિના, વોટ્સએપ વીડિયોને પણ પુરાવા તરીકે ગણી શકાય નહીં. તમને જણાવી દઈએ કે એક કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે પુષ્ટિ કરી છે કે WhatsApp ચેટ કાયદાકીય પુરાવા નથી. વાસ્તવમાં વર્ષ 2022માં એક ગ્રાહકે ડેલ ઈન્ટરનેશનલ સર્વિસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ દાખલ કરવામાં વિલંબને કારણે ગ્રાહક અદાલત દ્વારા ડેલને દંડ ફટકારવામાં આવ્યો હતો. 


ડેલ કહે છે કે તેમને ફરિયાદની સંપૂર્ણ નકલ આપવામાં આવી ન હતી જેના કારણે જવાબમાં વિલંબ થયો હતો. પોતાની વાત સાબિત કરવા માટે, કંપની દ્વારા કોર્ટમાં વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ પણ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે તેને પુરાવા તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ અંગે કોર્ટે કહ્યું કે તેને પુરાવા તરીકે ગણવામાં આવશે નહીં. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશે કહ્યું કે ભારતીય પુરાવા અધિનિયમ 1872 હેઠળ, ફક્ત જરૂરી પ્રમાણપત્રો સાથેના પુરાવાઓને માન્યતા આપવામાં આવે છે. આને પુરાવા તરીકે ન સ્વીકારવાને કારણે દિલ્હી હાઈકોર્ટે ગ્રાહક અદાલતના નિર્ણયને સાચો ગણાવ્યો અને ડેલની અરજી પણ ફગાવી દીઘી હતી.

Reporter: News Plus

Related Post