મુંબઈ: સ્માર્ટ પ્રીપેડ મીટર વિશે મહારાષ્ટ્રમાં પણ વિરોધ ઉઠી રહ્યો છે.ત્યારે સ્માર્ટ મીટર માત્ર સરકારી કચેરીઓ અને મહાવિતરણની કચેરી અને સંસ્થાનોમાં જ લગાવવામાં આવશે
સામાન્ય ગ્રાહકો માટે કોઈ સ્માર્ટ મીટરની યોજના નથી એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું.તેમજ મુખ્યમંત્રી સૌર કૃષિ પંપ યોજના હેઠળ 9 લાખ 50 હજારનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. જે માગશે તેને સૌર કૃષિ પંપ યોજનાનો લાભ આપવામાં આવશે.નાયબ મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી ફડણવીસે કહ્યું હતું કે સ્માર્ટ મીટર માટેની ટેન્ડર પ્રક્રિયા ખૂબ જ પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 5 કંપનીઓને કામ આપવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે સ્પર્ધાત્મક ટેન્ડરમાં 8 કંપનીઓ આવી છે, તેથી ચોક્કસ લોકોને જ ફાયદો થશે તેવા આક્ષેપોમાં કોઈ તથ્ય નથી.સ્માર્ટ મીટર માત્ર સરકારી કચેરીઓ અને મહા વિતરણના સંસ્થાનોમાં જ લગાવવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોઈ વધારાનો ખર્ચ નહીં થાય, પરંતુ વીજળીની બચતના નાણાંનો ઉપયોગ કરવામાં આવશે.મુખ્યમંત્રી સોલાર એગ્રીકલ્ચર ફીડર યોજનામાં આગામી 18 મહિનામાં 9000 મેગાવોટ સોલાર ફીડર સૌર ઉર્જાથી સંચાલિત થવા જઈ રહ્યા છે. તેના માટે રેટ 2.81 થી 3.10 રૂપિયા થયો છે. હાલમાં વીજળીનો દર રૂ.7 છે. તેથી 4 રૂપિયાની બચત થશે. તેથી ચાર વર્ષ પછી આ વીજળી કોઈપણ સબસિડી વિના મફત આપી શકાશે, નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે જણાવ્યું હતું.
Reporter: News Plus