રાજકોટ જીતનો જશ્ન નહિ મનાવે તેવું ફરમાન કર્યું તો વડોદરામાં નમો કપના નામે તાયફો યથાવત - મોતનો મલાજો જાળવવામાં પણ ભાજપા નથી માનતું
રાજકોટની ગોઝારી ઘટના આબાદ સમગ્ર રાજ્ય શોકમાં ગરક છે. તો બીજી તરફ ભાજપા દ્વારા મોતનો મલાજો પણ ન જળવાતો હોવાનું જણાઈ રહ્યું છે. રાજકોટ ભાજપા દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે 4 જૂનના રોજ પરિણામ બાદ તેઓ જીતનો જશ્ન નહિ મનાવે તો સામે વડોદરા ભાજપા દ્વારા મોટા પાયે યોજવામાં આવેલા નમો કાપણું આયોજન યથાવત રાખવામાં આવ્યું છે.
રાજકોટની ઘટનામાં 30 જેટલા વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં લોકો હેબતાઈ ગયા છે. એક તરફ માનવસર્જિત અકસ્માતના કારણે લોકો મૃત્યુ પામ્યા છે તો ભાજપના કેટલાક આગેવાનો પોતાની સત્તામાં જ મદમસ્ત જણાઈ રહ્યા છે. વડોદરા ખાતે પ્રતિવર્ષ નમો કપનું આયોજન કરવામાં આવે છે. અને ભાજપાના વિવિધ વોર્ડના સભ્યો તેમજ આગેવાનો આ કપમાં ભાગ લે છે. નમો કપમાં આનંદ ઉત્સાહ સાથે લોકો જોડાયા છે. ત્યારે હાલમાં રાજકોટની ઘટના બાદ પણ આ કપણું આયોજન યથાવત રાખવામાં આવ્યું છે. વડોદરા ભાજપાએ ભલે તેનો પ્રારંભ સાદાઈથી કર્યો હોય પરંતુ જ્યાં સુધી કપ ચાલે છે ત્યાં સુધી જશ્નનો જ માહોલ જોવા મળે છે. રાજકોટ ભાજપાએ એક તરફ એલાન કર્યું છે કે 4 જૂનના પરિણામ બાદ જે કઈ પણ રિઝલ્ટ આવશે તેઓ જશ્ન નહિ મનાવે ત્યારે તેઓ પાસેથી વડોદરા ભાજપાએ પણ શીખવું જોઈએ.
વડોદરા ભાજપાના અધ્યક્ષ ડો. વિજય શાહે આ અંગે યોગ્ય માર્ગદર્શન આપી કપનું આયોજન મુલતવી રાખવું જોઈતું હતું પરંતુ ભાજપાના ધારાસભ્યો, પાલિકાના સભ્યો તમામ લોકો મોતનો મલાજો જાળવવામાં પણ ઉના ઉતાર્યા હોય તેમ લાગી રહ્યું છે.
Reporter: News Plus