વડોદરા : માંજલપુર કૃત્રિમ તળાવ ગઈકાલ રોજ થોડાક જ દશામાના મૂર્તિથી ભરાઈ ગયા હતા ભાજપા ના દંડક શૈલેષ પાટીલ દ્વારા ટ્રાયલ બેઝ પર કહીને છટક બારી શોધી લોકોની આસ્થા સાથે રમત રમી હોય તેવા આક્ષેપો લોકો કરી રહ્યા છે.
આજરોજ સવાર પડતા જ માંજલપુરમાં લોકો ભેગા થઈ ભાજપા હાય હાય.. ના વિરોધ નારા લાગવી લોકો ભેગા થયા તો પોલીસની બોલાવી પડી હતી. ટ્રેક્ટરના માધ્યમથી અન્ય સ્થળે વિસર્જન માટે પ્રતિમા ચોરી છુપે લઈ જવાનો પાલિકાનો પ્રયાસનિષ્ફળ રહ્યો હતો. ફક્ત ત્રણ જગ્યાએ વિસર્જન માટે આયોજન હતું દશામાના ભક્તો રાત્રીના સમયે માંજલપુર તમામ કૃત્રિમ તળાવ બંધ થતા મૂંઝવણમાં મુકાયા હતા.
શું ટ્રાયલ રમત રમવી લોકોની આસ્થા સાથે આ યોગ્ય છે. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દ્વારા મીડિયા સમક્ષ કહેવામાં આવ્યું ફક્ત હજાર બારસો મૂર્તિઓ જ છે, થઈ જશે પણ તેમને ખબર નથી કે 10 હજારથી વધુ દશામાની મૂર્તિઓ વિસર્જન કરવા માટે આવશે.
Reporter: