News Portal...

Breaking News :

ડભોઇ હીરાભાગોળથી તિરંગા યાત્રા ધારાસભ્યના નેજા હેઠળ યોજાઈ

2024-08-14 13:59:57
ડભોઇ હીરાભાગોળથી તિરંગા યાત્રા ધારાસભ્યના નેજા હેઠળ યોજાઈ


ડભોઇ: દર્ભાવતી નગર ડભોઇમાં સર્વ સમાજના લોકો, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી દેશભક્તિના નારાઓ, મધુર સુરાવલીઓ વંદે માતરમ સાથે પગપાળા રેલી તિરંગા યાત્રાનું ભવ્ય ઠેરઠેર સ્વાગત કરાયુ હતું.


દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં 'હર ઘર તિરંગા' અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. જે અંતર્ગત 14 ઓગસ્ટના રોજ ડભોઇ હીરા ભાગોળ ખાતેથી પગપાળા વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. ત્રિરંગા યાત્રાનું ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું હતું.ત્રિરંગા યાત્રા દરમિયાન સમગ્ર ડભોઇ શહેરમાં દેશ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.આ તિરંગા યાત્રા રેલી ઐતિહાસિક હીરાભાગોળ થી શરૂ કરીને ડભોઇ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને સરદાર પટેલ પ્રતિમા વડોદરી ભાગોળ ખાતે એક કિલો મીટર ઉપરાંત અંતરમાં યોજાઈ હતી.


રેલીમાં દેશભક્તિના ગીતો, ડીજે ના મધુર સુરાવલીઓ, રેલી ધારાસભ્ય શૈલેષ મહેતાના નેતૃત્વ હેઠળ કાઢવામાં આવી હતી, ડભોઇ શહેરના વહીવટી તંત્ર, વિવિધ સમાજના નાગરિકો, શાળા નાવિદ્યાર્થીઓ,પોલીસ જવાનો સહિતના બહોળી સંખ્યામાં લોકોએ ભાગીદારી નોંધાવી હતી. યોજાયેલ તિરંગા રેલી યાત્રા  સમગ્ર કાર્યક્રમ અનુરૂપ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સંબોધન કરીને તિરંગાનું માન સન્માન જાળવવા નાગરિકોને અપીલ કરી હતી.આઝાદીના લડવૈયાઓને યાદ કર્યા હતા. ડભોઇ ખાતે યોજાયેલ લાંબી તિરંગા યાત્રા દરમિયાન પોલીસ અધિક્ષક આકાશ પટેલ પીઆઇ એસ જે વાઘેલા મામલતદાર ડી બી ગામીત નગરપાલિકા ચીફ ઓફિસર  જય કિશન તડવી જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ નગરપાલિકા પ્રમુખ  સહિત બહોળી સંખ્યામાં પોલીસના જવાનો,વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા.

Reporter: admin

Related Post