ડભોઇ: મહા ગુજરાતની ચળવળમાં શહીદ થનાર શહીદ કલ્યાણજીના સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ (સોટ્ટા)એ પુષ્પ ગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.ઇન્દુલાલ યાજ્ઞિક ના વડપણ હેઠળ જે મહાગુજરાત ની ચળવળ ચલાવવામાં આવી હતી જેમાં કેટલાક લોકો શહીદ થયા હતા.જેમાં ડભોઈ દર્ભાવતીના કલ્યાણ ભાઈએ પણ મહા ગુજરાત ની ચળવળ કાજે પોતાના છાતી પર ગોળીઓ ખાઈ પોતાનું જીવ કુરબાન કરી શહીદી અપનાવી હતી.
જેને લઇ દર વર્ષે તેઓને યાદ કરી કલ્યાણ પોળ શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી તેઓને યાદ કરાય છે.આ પ્રસંગે ડભોઇ ધારાસભ્ય શૈલેશ મહેતા,વોર્ડ નંબર ત્રણના તેમજ ,મહામંત્રી તેમજ પાલિકા ના ચૂંટાયેલા કોર્પોરેટર સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યા માં ત્યાં રહેતા રહીશો તેમજ કોર્પોરેટર હાજર રહી શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી યાદ કર્યા હતા.
Reporter: admin