News Portal...

Breaking News :

અવનવી રેસિપી : પનીર પરોઠા ઘરે બનાવો અને એ પણ એકદમ સરળતાથી.

2024-08-14 13:39:57
અવનવી રેસિપી : પનીર પરોઠા ઘરે બનાવો અને એ પણ એકદમ સરળતાથી.


3 જ્ણ માટે પનીર પરોઠા બનાવવા માટે 2 કપ ઘઉનો લોટ, 4 ચમચી તેલ, સ્વાદ અનુસાર મીઠુ, 5કપ છીણેલું પનીર, 2 કપ બાફેલા બટાકાનુ છીણ,2 ચોપ કરેલ લીલા મરચા, 2ચમચી જેટલા સમરેલા ધાણા, 1 ચમચી લસણ -આદુની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરૂ, અડધી ચમચી હળદર, 1 ચમચી લીંબુનો રસની જરૂર પડશે. 


હવે લોટ બાંધવા માટે એક બાઉલમા ઘઉનો લોટ લઇ એમાં મીઠુ અને તેલ ઉમેરી મિક્સ કરો. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને રોટલીનો લોટ બાંધતા હોય તેવો લોટ બાંધો. અને તેને 15 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપો. હવે બીજા વાસણમા છીણેલું પનીર અને છીણેલા બટાકાનુ મિશ્રણ લઇ તેમાં મરચા, લસણ આદુની પેસ્ટ, કેપેલા ધાણા, લાલ મરચું, ધાણાજીરું, સ્વાદ અનુસાર મીઠુ, અને લીંબુનો રસ ઉમેરો. બધુ બરોબર મિક્ષ કરી સ્ટફિંગ બનાવો. હવે લોટને સરખા ભાગમાં વેહચીને ગુલ્લાં બનાવો. 


હવે ગુલ્લાંને હથેળીની વચ્ચે હલકા હાથે દબાવી ખાડો પાડી સ્ટફ્ ઉમેરો હવે તેને બધી બાજુથી દાબીને ગુલ્લો બનાવી દો. હવે થોડો લોટ આડની પર ભભરાવી હલકા હાથે વણી લો. અને નોનસ્ટિક પર શેકવા મૂકી દો. સેકતી વખતે બને બાજુ તેલ અથવા બટર લગાવો. જો આ રીતે ન ફાવે તો પુરી વણીને તેમાં સ્ટફ્ ઉમેરો અને બધી બાજુ બન્ધ કરી વાની લો અને પરોઠાને સેકાવા મુકો. આ રીતે પરોઠા ખુબ ટેસ્ટી અને સોફ્ટ બનશે.

Reporter: admin

Related Post