વડોદરા : મહાનગર સેવાસદનના મ્યુનિસિપલ સેક્રેટરીના નામ અને ફોટાનો દૂરુપયોગ કરીને ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવનાર અજાણ્યા ભેજાબાજ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી અનુસાર વડોદરા કોર્પોરેશનમાં મ્યુનિસિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ચિંતન દેસાઈના નામ તેમજ ફોટાનો ઉપયોગ કરીને ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. સેક્રેટરી ચિંતન દેસાઇને ફેક એકાઉન્ટ અંગેની માહિતી મળતા તુરત જ તેઓએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. તે સાથે તેઓએ પોતાના મિત્ર વર્તુળ તેમજ શુભેચ્છકોને પોતાનું વોટ્સએપ એકાઉન્ટ ફેંક હોવાનું જણાવી મેસેજ ન કરવા માટે ચેતવી દીધા હતા.
Reporter: News Plus