લુણાવાડા તાલુકાના હાડોડ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં જૂના પુલ પરથી કાર ખાબકી. મળતી પ્રાથમિક માહિતી મુજબ કારમાંથી હાલ એક વ્યક્તિનો મૃતદેહ નદીમાં જોવા મળી રહ્યો છે. જોકે કારમાં અન્ય કેટલી વ્યક્તિ સવાર હતી એ હજી જાણી શકાયું નથી. હાલ મહીસાગર જિલ્લાની પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તાપસ હાથ ધરી છે.
જ્યારે કાર નદીના પાણીમાં ગરકાવ થઈ છે, જેને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બનવા અંગેની જાણ થતાં લુણાવાડા ફાયર વિભાગની ટીમે બોટ સાથે પહોંચી મહીસાગર નદીમાં તપાસ હાથ ધરી છે. હાલ નદીમાં ખાબકેલી કારમાંથી લુણાવાડાના કાકચિયા ગામના વતની મયૂર પટેલ નામના યુવકની લાશને બહાર કાઢી પીએમ અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે.
કાર લઈને આવતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. બ્રિજ ખખડધજ અને તૂટેલી હાલતમાં હોવાથી ત્યાંથી પસાર થતા ચાલકે કાબૂ ગુમાવતાં બ્રિજના તૂટેલા સ્લેબ પર કારનું ટાયર ચડી જતાં કાર બેકાબૂ થઈ નદીમાં ખાબકી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ બહાર આવ્યું છે.પાલિકાની ફાયર ટીમ અને ટાઉન PI, Dy.sp સહિતનો કાફલો ઘટનાસ્થળે ખડકાયો છે. સાથે નદીમાં ખાબકેલી કારમાં સવાર અન્ય કોઈ હતું કે કેમ તેની શોધખોળ હાથ ધરી હતી.
Reporter: News Plus