આજના કલિયુગ મા નાના બાળકો ને મંદિર મા દર્શન કરવા જવુ, ઘાર્મિક પુસ્તકો વાંચવા, ઘેર પૂજા અર્ચના કરવી જેવા ઘાર્મિક કાર્યો ગમતા જ નથી આજનું યુવાઘન અવળે માર્ગે દોરાઈ ગયું હોય તેમ જણાય છે તેમ છતાં ઘણા એવા બાળકો જોવા મળે છે જેમને ધાર્મિક પ્રવૃત્તિ ગમતી હોય મુખ્યાજીના પુત્ર મા પણ આવા લક્ષણો જોવા મળતા મુખયાજી મુંઝવણ મા મુકાઈ ગયા હતા. કારણ કે તેમનો પુત્ર પણ પિતાજી ની ઘાર્મિક પ્રવૃત્તિ ને અનુસરતો હતો. આખો દિવસ ભક્તિ મા લિન રહેતો હતો. જેથી પિતાજીએ તેમની પાસે ની માળા,ઘાર્મિક પુસ્તકો લઈ લીધા હતા. તેમજ મોબાઈલ મા ભજન અને બીજી ઘાર્મિક પ્રવૃત્તિ ની વાતો સાંભળતો હતો. તે મોબાઈલ પણ પિતાજી એ છીનવી લેતા કુમારવસ્થા મા તેમના પુત્રને લાગી આવ્યું હતું અને પોતે સાઘુ બનવા માટે ઘેર થી નીકળી ગયો હોવાનું કહેવાય છે.આમ બાળ માનસ ને યોગ્ય રીતે સમજાવવા મા આવે તો જરૂર થી બાળકો સમજી જતા હોય છે. પરંતુ જો બાળકો ને અપમાનિત કરવામાં આવે તો તેની અસર ઊંઘી થાય છે પછી માબાપે ભોગવવા નો વારો આવતો હોય છે આમ મુખયાજી ના પુત્ર મા પણ આવુ કંઈક બન્યું હોય તેમ જણાઈ રહીયુ છે.વડોદરા અલકાપુરી ગોવર્ધનનાથ હવેલીના મહારાજ નો પુત્ર ગત તા. 18 એપ્રિલ થી ગુમ થયો હોવાની ફરિયાદ અકોટા પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી. પોલીસે અપહરણ નો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.અલકાપુરી ગોવર્ધનનાથ હવેલી ના મહારાજ એવા જગદીશ જોશી તેમના પત્ની રાજસ્થાન જતા હોવાથી તેઓ પોતાના ઘરેથી તેઓને મુકવા ગયા હતા. ત્યાં જ્યારે તેમના ઘરે તેમની દીકરી અને દીકરો હતા જેમાં દીકરીને ટ્યુશન જવાનું હોવાથી તેઓ ટ્યુશન ગયા હતા જ્યારે દીકરો ઘરે જ હતો પરંતુ જગદીશભાઈ પત્નીને મૂકીને આવ્યા બાદ તેઓએ દીકરાને બોલાવતા દીકરો આવ્યો ન હતો જેથી આસપાસ તપાસ કરતા પુત્ર મળી ન આવતા આખરે અકોટા પોલીસમાં તેઓએ આ બનાવ અંગે ગુનો નોંધાવ્યો હતો જેથી અકોટા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને શોધખોળ હાથ ધરી હતી.આજે પોલીસ ના જણાવ્યા અનુસાર હવેલી ના મહારાજ નો પુત્રવૃદાવન થી મળી આવ્યો છે.જેથી હવેલી ના મુખયાજી સહિત પરિવારે રાહત નો દમ ખેંચ્યો હતો. પોલીસ મુખ્યાજી ના પુત્ર ને લઈ વડોદરા આવવા રવાના થઇ ગઇ હોવાની માહિતી મળી છે.
Reporter: News Plus