૩૦૦થી વધુ વિધાર્થીઓ સહભાગી થયા.જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ ટીમ સ્વીપ અને સિગ્મા યુનિવર્સીટી દ્વારા યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ૩૦૦થી વધુ વિધાર્થીઓ સહભાગી થયા હતા.વડોદરા ટીમ સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ લાવવા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેથી મતદારોમાં મતદાન માટેની નિરસતા ઓછી થાય અને મતદાન કરી લોકશાહીને મજબૂત કરવા પ્રેરિત થાય. સિગ્મા યુનિવર્સીટી ખાતે ટીમ સ્વીપના કો ઓર્ડીનેટર ડો.સુધીર જોશીની ઉપસ્થિતિમાં યુવા મતદારોને મત આપવા પ્રેરિત કરવા કાર્યક્રમ યોજાયો હતો.સિગ્મા યુનિવર્સીટીના એમ.ડી. ડો. હર્ષ શાહ,અધિક કલેકટર હિમાંશુ પરીખ, પ્રોવોસ્ટ, આર.જે. સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.લોકસભાની ચૂંટણીમાં યુવા મતદારોને લોકશાહી અને તેમાં મતાધિકારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.ઉપરાંત નોટાના ઉપયોગ સાથે ચૂંટણી પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મતદાન કરવા અને કરાવવા માટેના સંકલ્પ કરતા શપથ લેવામાં આવ્યા હતા.
Reporter: News Plus