છોટાઉદેપુરમાં વૃક્ષ પર દૂધના પાઉચ લટકતા મળ્યા છે. જેમાં દૂધ સંજીવનીના પાઉચ વૃક્ષ પર લટકી રહ્યાનો વીડિયો સામે આવ્યો છે. બાળકોને અપાતા દૂધના પાઉચ લટકતા જોવા મળતા ચકચાર મચી છે. જેમાં રતનપુરા ગામે વૃક્ષ પર લટકતા પાઉચનો વીડિયો વાયરલ થયો છેછોટાઉદેપુરના નસવાડીમાં રતનપુરા ગામે અશ્વિન નદી પાસે ગોરાસામલીના વૃક્ષ ઉપર દૂધ સંજીવની યોજનાના પાઉચ લટકતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. બાળકોના કુપોષળ મુક્ત માટે અપાતા દૂધ સજીવની પાઉચ હવે કાંટાવાળા વૃક્ષ ઉપર જોવા મળ્યા છે. દૂધ સંજીવની યોજનાનું દૂધ બાળકોને આપવાની જગ્યાએ તેના પાઉચ ફાડીને કોતરોમાં આમતેમ નાખવાની જગ્યાએ ડાયરેક્ટ પાઉચ ફેંક્યા છે. એટલે કાંટાવાળા વૃક્ષ પર લટકી જાય અને દૂધ જમીન ઉપર વેરાઈ જવાની આશંકા છે.રતનપુરા નસવાડીની શાળાના પાઉચ હોવાનું અનુમાન છે. કારણ કે શાળાથી 100 મીટર દૂર પાઉચથી ભરેલું વૃક્ષ દેખાયુ છે. તેથી આ અનુમાન સાચુ લાગી રહ્યું છે. આદિવાસી તાલુકાઓમાં બાળકોના આરોગ્યમાં સુધાર લાવવા માટે સરકાર તરફથી દૂધ સંજીવની યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં જતા આદિવાસી બાળકોના પોષણ સ્તરમાં સુધાર લાવવા જિલ્લા કક્ષાની સહકારી ડેરીયોમાં ભાગીદાર સંસ્થાઓ છે. સરકાર તરફથી વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ દૂધ સંજીવની પર કરવામાં આવતો હોય છે. ત્યારે આ પ્રકારની ઘોર બેદરકારી સામે આવતા ગામ લોકોમાં આક્રોશ ફેલાયો છે.
Reporter: News Plus