102 વર્ષના સવિતા બાએ મત આપવા બતાવ્યો ઉત્સાહ... વર્તમાન સમયનું જીવન એટલું ઝડપી બની ગયું છે કે, લોકોનું જીવન ક્યાં પૂરું થઈ જાય છે એ ખબર જ પડતી નથી. તથા લોકોની જેમણે રહેણીકરણી પણ સમય સમયે બદલાતી જોવા મળે છે. આજના યુગનો જો સરેરાશ જીવન જોવા જઈએ તો 65 થી 70 વર્ષનું જ છે. કારણકે આપણા જીવન ઉપર વાતાવરણ, ખોરાક, રોજિંદી ક્રિયાઓ તથા કામને લઈને ટેન્શનનો પ્રભાવ જોવા મળતો હોય છે. કહેવાય છે ને કે, જેમણે પહેલાંનું ઘી ખાધેલું હોય એમના હાડકામાં મજબૂત રહે. તો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા સવિતાબેન શાહ જેઓ 102 વર્ષના છે. આજના દિવસે પણ તેઓ મસ્ત હરી ફરી શકે છે તથા તેમને ભગવાનની કૃપાથી કોઈ પણ પ્રકારનો રોગ નથી. સવિતા બાને આ ઉંમરે પણ ચશ્મા પહેરવાની જરૂર પડતી નથી. અને તેઓ 102 વર્ષે પણ મત આપવા ખૂબ ઉત્સાહિત છે.
સવિતા બાનો જન્મ વર્ષ 1922માં આમોદ ગામમાં થયો હતો. એમનાં પતિનું નામ મંગલસિંહ, જેમનો સ્વર્ગવાસ થયો. સવિતા બાના લગ્ન 22 વર્ષની ઉંમરે થયા હતા. સવિતા બા અત્યારે એમની છોકરીના ઘરે રહે છે. એમણે એમના પરિવારની 4 પેઢી જોઈ. અને હજી લાગે છે કે પાંચમી પેઢી પણ બા જોશે. કિશોર અવસ્થામાં સવિતા બા ગાંધીજીને આમોદની શાળામાં મળ્યા હતા. ગાંધીજી સાથેની મુલાકાતના સંસ્મરણો બા એ વાગોળ્યા. સવિતા બા 7 ધોરણ ભણેલા છે. પણ તેઓ અમેરિકા પણ ઘણી વાર ફરી આવ્યા છે. સવિતા બા એ જણાવ્યું કે, તેઓ ખૂબ જ ઓછું જમે છે. જેથી એમને આમોદ ગામમાં બધા નૌટોકી તરીકે ઓળખે. ઉપરાંત એમને કોઈપણ પ્રકારના શાકભાજી ભાવતા નથી. પરંતુ ગળ્યું ખાવાનું ખૂબ જ ભાવે જેમકે સુખડી અને શીરો. જમવા જોડે પણ એમને ખાટુ અથાણું ખૂબ જ પ્રિય છે. તેઓ દરરોજની નિત્યક્રમની કસરતો કરે છે અને આખો દિવસ ભગવાનનું નામ લઈને માળા જપે છે. તથા એમને કામ કરવાનો ખૂબ જ શોખ હોવાથી શાકભાજી સમારવું ગમે છે. તથા પાડોશી પાસેથી પણ શાક સુધારવાનું કામ લઇ આવતા હોય છે.
Reporter: News Plus