નવી દિલ્હી : વડાપ્રધાન મોદી વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે. એવું કહેવાય છે કે દુનિયાના મોટાભાગના દેશો મોદીની વાત સાંભળે છે.
ભારત કોઈ વિદેશી શક્તિ સામે ઝૂકતું નથી. રશિયા પાસેથી તેલ ખરીદવા સહિતની ભારતની ઘણી વિદેશ નીતિઓએ વિરોધ છતાં અમેરિકા સહિત ઘણા દેશોના ગુસ્સાને વ્હોરી લીધો છે. હવે એક વાત સામે આવી છે કે અમેરિકાની ગુપ્તચર સંસ્થા CIA મોદી સરકારને ઉથલાવી પાડવા માટે પડદા પાછળ મોટા પાયે પપ્રપંચ કરી રહી છે. રશિયાના સરકારી મીડિયા સ્પુટનિકે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે CIA આંધ્રપ્રદેશના બેપ્ટિસ્ટ ચર્ચ અને વિપક્ષી નેતાઓના સંપર્કમાં છે અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની મદદથી મોદી સરકારને પછાડવા માટે એક મોટું ષડયંત્ર રચી રહી છે.સ્પુટનિક મીડિયાના આ અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે. આ પહેલા અમેરિકા પર પણ બાંગ્લાદેશ સરકારને ઉથલાવી દેવાનો આરોપ લાગ્યો છે. હવે સ્પુટનિકે તેના અહેવાલમાં ભાજપ સરકારને તોડી પાડવાનું અમેરિકન ષડયંત્ર હોવાનો દાવો કર્યો છે. રિપોર્ટમાં આના સમર્થનમાં કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રશિયન મીડિયાએ અમેરિકી રાજદૂત અને કેટલાક અધિકારીઓની ભારતના વિપક્ષી નેતાઓ સાથે વારંવાર મુલાકાત કરવા પર ચિંતા વ્યક્ત કરી છે.રશિયન મીડિયા અનુસાર, મોદી સરકાર વિરુદ્ધ ટૂંક સમયમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. આ માટે મોટા પાયે પ્રયાસો થઈ રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિપક્ષી નેતાઓના સતત સંપર્કમાં રહેલી અમેરિકી ગુપ્તચર એજન્સી CIAએ કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરી છે અને વાતચીત કરી છે. યુએસ કોન્સ્યુલ જનરલ જેનિફર લાર્સન તાજેતરમાં હૈદરાબાદમાં AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીને મળ્યા હતા.આ પહેલા તે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને પણ મળી હતી. એટલું જ નહીં તેઓ તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને પણ મળ્યા હતા. રશિયન મીડિયાએ પોતાના રિપોર્ટ્સમાં આ તમામ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે.
Reporter: admin