મહારાષ્ટ્રના કસારા ઘાટ પર રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે.
આ ભયાનક અકસ્માત આજે સવારે નાશિક-મુંબઈ હાઈવે પર નવા કસારા ઘાટ પર થયો હતો. એક કન્ટેનર કાબૂ બહાર જઈને ઊંડી ખીણમાં પડી ગયું.આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે અને ત્રણ ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ નાસિકથી મુંબઈ તરફ આવી રહેલું એક કન્ટેનર 100 ફૂટથી વધુ ઊંડી ખીણમાં પડી ગયું હતું. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.આ કન્ટેનરમાં એક સગીર સહિત આઠ લોકો હતા.
દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને કસારા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અસરગ્રસ્તોને ખીણમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, શાહપુર તાલુકાના નવા કસારા ઘાટ પાસેથી પસાર થતી વખતે કન્ટેનર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કન્ટેનર સીધું ઉંડી ખીણમાં પડી ગયું હતું. આ કન્ટેનરમાં આઠ જેટલા લોકો હતા. જેમાં પાંચના મોત થયા હતા. પીડિતોમાં 9 વર્ષનો બાળક પણ સામેલ છે.
Reporter: admin