News Portal...

Breaking News :

સીરિયામાં આઇએસઆઇએસ જૂથ અને એલ કાયદા સાથે જોડાયેલા જૂથ પર USAનો હુમલો

2024-09-30 10:44:47
સીરિયામાં આઇએસઆઇએસ જૂથ અને એલ કાયદા સાથે જોડાયેલા જૂથ પર USAનો હુમલો


સિરીયા : હમાસ બાદ ઇઝરાયલ લેબનોનને નિશાન બનાવ્યુ  છે અને તેના ટાર્ગેટ પર હુમલા કરી રહ્યું છે. ઇઝરાયલને જોઇને અમેરિકાને પણ જોશ આવી ગયું છે અને તેણે પણ સીરિયામાં આઇએસઆઇએસ જૂથ અને એલ કાયદા સાથે જોડાયેલા એક જૂથ પર હુમલો કરી દીધો છે.


આ હુમલામાં આ જૂથ સાથે જોડાયેલા 37 આતંકવાદીઓ માર્યા ગયા છે. અમેરિકાએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે, હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓમાં બે ટોચના આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે.નોંધનીય છે કે સીરિયા કટ્ટર ISISનો ગઢ ગણાય છે. સીરિયામાં લગભગ 900 અમેરિકન સૈનિકો છે જે મુખ્યત્વે કટ્ટરપંથી આઇએસઆઇએસ જૂથની વાપસીને રોકવામાં લાગેલા છે. ISISએ 2014માં ઈરાક અને સીરિયા પર કબજો કર્યો હતો.


કુર્દિશની આગેવાની હેઠળની સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસની મદદ માટે સીરિયામાં અમેરિકી દળો તૈનાત કરવામાં આવ્યા છે. જો કે, સીરિયા અને ઇરાકમાં યુએસ સૈનિકો અને ISIS લડવૈયાઓ વચ્ચે વારંવાર છુટાછવાયા ગોળીબાર થાય છેઇઝરાયલ પણ આતંકીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને તેમના પર જોરદાર હુમલો કરી રહ્યું છે. તાજેતરમાં જ ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાનો ચીફ હસન નસરાલ્લાહ માર્યો ગયો હતો. ઇઝરાયલે રવિવારે પણ હિઝબુલ્લાના ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા.

Reporter: admin

Related Post