News Portal...

Breaking News :

અબુ ધાબીઃ આઈફા ૨૦૨૪ના વિજેતાઓની યાદી, કિંગ ખાન અને રાની મુખરજીને શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી

2024-09-30 10:42:35
અબુ ધાબીઃ આઈફા ૨૦૨૪ના વિજેતાઓની યાદી, કિંગ ખાન અને રાની મુખરજીને શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી


આ એવોર્ડ આપવા માટે સ્ટેજ પર બોલાવવામાં આવ્યો ત્યારે તે અબરારની સ્ટાઈલમાં જાણીતા ગીત જમાલ કુડુ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


વાઈરલ વીડિયોમાં બોબી દેઓલ એવોર્ડ લેવા જઈ રહ્યો હતો, ત્યારે ‘એનિમલ’ ડિરેક્ટર સંદીપ વાંગા રેડ્ડી તેના માથા પર ગ્લાસ મૂકે છે અને તેને જમાલ કુડુ પર ડાન્સ કરવાનું કહે છે. એના પછી બોબી દેઓલ પોતે અબરારની શૈલીમાં ડાન્સ કર્યો હતો. ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ સેક્શનમાં રિએક્શન આપી રહ્યા છે.આ પહેલા ઈન્ટરવ્યૂમાં બોબી દેઓલે તેના એન્ટ્રી સીન વિશે જણાવ્યું હતું કે કેવી રીતે તેને ડાન્સ કરતી વખતે ગ્લાસનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો. તેણે કહ્યું, “આ એક પાગલપન છે. લોકો તેમના ડોગીના માથા પર ગ્લાસ મૂકીને નાચ્યો છે. કોઈએ મારા જેવો જ સૂટ પહેર્યો હતો.


 આ બધું જોવાનું રોમાંચક હતું. અગાઉ મને સંદીપ રેડ્ડી વાંગાએ મ્યુઝિક સંભળાવ્યું હતું. વાસ્તવમાં તેમને ગીતોની ખૂબ સારી સમજ છે.બોબીએ જમાલ કુડુ ડાન્સ પાછળની પ્રેરણા અંગે જણાવ્યું હતું કે અચાનક મને તે સમય યાદ આવ્યો જ્યારે હું નાનો હતો અને અમે પંજાબ જતા હતા, મને યાદ છે કે અમે કેવી રીતે નશામાં ધૂત હોઈએ ત્યારે અમારા માથા પર ગ્લાસ રાખતા હતા. અમે આ કેમ કરતા તે મને ક્યારેય સમજાયું નહીં. આ વાત અચાનક મારા મગજમાં આવી અને મેં પણ એમ જ કર્યું. સંદીપને તે ગમ્યું હતું.

Reporter: admin

Related Post