News Portal...

Breaking News :

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માટે બ્રાઝિલ અને ભારતના ઉમેદવારોને રશિયાએ સમર્થન આપ્યું

2024-09-30 10:37:07
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માટે બ્રાઝિલ અને ભારતના ઉમેદવારોને રશિયાએ સમર્થન આપ્યું


યુએન : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય માટે ભારત સતત પોતાનો દાવો રજૂ કરી રહ્યું છે . હવે ભારતના જૂના મિત્ર એવા રશિયાએ ખુલ્લેઆમ આની તરફેણ કરી છે.


રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી બેઠક માટે ભારત અને બ્રાઝિલની બિડને સમર્થન આપ્યું છે. 79મી યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીને તેમના સંબોધનમાં, સર્ગેઈ લવરોવે યુએનએસસીમાં ગ્લોબલ સાઉથનું પ્રતિનિધિત્વ વિસ્તારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે “અમે બ્રાઝિલ અને ભારતના ઉમેદવારોને સમર્થન આપીએ છીએ. અમે પશ્ચિમી દેશો માટે વધારાની બેઠકોની તરફેણ કરતા નથી કારણ કે પશ્ચિમી દેશો સુરક્ષા પરિષદમાં પહેલાથી જ વધારે પ્રતિનિધિત્વ ધરાવે છે.


ભારત લાંબા સમયથી વિકાસશીલ દેશોનું વધુ સારી રીતે પ્રતિનિધિત્વ કરવા માટે સુરક્ષા પરિષદમાં કાયમી બેઠકની માંગ કરી રહ્યું છે. ઘણા દેશોએ તેને સમર્થન આપ્યું છે. આ પહેલા શુક્રવારે ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ UNSCમાં કાયમી બેઠક માટે ભારતના દાવાને સમર્થન આપ્યું હતું.તેમના સંબોધનમાં, લવરોવે પશ્ચિમી દેશો પર વૈશ્વિકરણના મૂલ્યોને કચડી નાખવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે પશ્ચિમી દેશોએ એક રીતે દુનિયાના અડધા દેશો સામે પ્રતિબંધો લગાવીને યુદ્ધ શરૂ કર્યું છે. આ દેશો ડોલરનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યા છે.

Reporter: admin

Related Post