સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં આગામી દિવસોમાં શાળાઓમાં વેકેશન પૂર્ણ થતા નવું શૈક્ષણિક સત્ર ચાલુ થશે. જે અન્વયે બાળકોનાં ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતા વાહનોનાં દસ્તાવેજો અને બાળકોની સલામતી માટેના સૂચનોના પાલન અંગે નર્મદા જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા વાહન માલિકો- ડ્રાયવરોને તાકીદ કરવામાં આવી છે.
નર્મદા જીલ્લાના કાર્યક્ષેત્ર હેઠળમાં ચાલતા સ્કુલવાન, સ્કુલ રીક્ષા, સ્કુલ બસ વગેરેનાં વાહન માલિકો તેમજ ડ્રાઈવરોએ પોતાના વાહનોમાં સ્કુલના બાળકોને લાવવા તેમજ લઇ જવા માટે ઉપયોગમાં લેવાતા વાહનોના દસ્તાવેજો જેવા કે વાહનનું ફીટનેશ, પરમીટ, ઇન્સ્યોરન્સ, પી.યુ.સી. તેમજ સ્કુલના બાળકોને લઇ જવા માટે રોડ સેફટીનાં ધારાધોરણો મુજબ પરિવહન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. સાથોસાથ સરકાર માન્ય સીએનજી ફિટિંગ કરાવવા અને CNGમાં દર 03 વર્ષે જ્યારે એલપીજી માં દર 05 વર્ષે હાઇડ્રો ટેસ્ટિંગ ફરજિયાત કરાવવાનું રહેશે. વાહનોમાં અનધિકૃત અને જોખમી રીતે સ્કુલના બાળકોને ન બેસાડવા તકેદારી રાખવા અંગે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી-રાજપીપલા દ્વારા જણાવવામાં આવ્યું છે.
...
Reporter: News Plus