થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું.4 જૂનના રોજ સવારથી મતગણત્રીનો પ્રારંભ થશે. લોકસભાની ચૂંટણી બાદ 4 જૂનના રોજ પરિણામો જાહેર થશે. ત્યારે મતગણતરી માટે પોલીસ વિભાગ દ્વારા પણ થ્રી લેયર સુરક્ષાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. પોલીસ વિભાગના 700 થી વધુ કર્મચારીઓ ખડેપગે રહેશે. અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવશે. લોકસભાની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા 7 તબક્કામાં યોજાઈ હતી. અંતિમ તબક્કા માટેનું મતદાન શનિવારના રોજ યોજવામાં આવશે. અને ત્યાર બાદ 4 જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે. ગુજરાતમાં 7 મે ના રોજ મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. અને ત્યાર બાદ ઈવીએમ પોલિટેક્નિક કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે.
સઘન વ્યવસ્થા વચ્ચે ઈવીએમ મશીન રાખવામાં આવ્યા છે. 4 જૂનના રોજ સવારથી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા સુચારુ આયોજન કરી દેવામાં આવ્યું છે. શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ડીસીપી, એસીપી. સહિત 400 જેટલા પોલીસ કર્મચારીઓ ત્રણ લેયરમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં મતગણતરી કેન્દ્રની અંદર, બહાર અને પ્રિમાઇસીસ બહાર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત 290 જેટલા ટીઆરબીના જવાનો ટ્રાફિકની વ્યવસ્થા જાળવશે. ઉપરાંત પાર્કિંગની વ્યવસ્થા પણ તેઓ જાળવશે. પાર્કિંગ વ્યવસ્થા પણ અલગ અલગ કરવામાં આવી છે. ઉમેદવાર અને મતગણતરી કેન્દ્રમાં જનારા તેઓના ટેકેદારો માટે ગેટ નંબર 2 થી એન્ટ્રી અને ત્યાં જ પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે તો ગણતરી માટે ફાળવાયેલા અધિકારીઓ માટે ગેટ નંબર 1 થી વ્યવસ્થા કરવામાં આવી છે.
ટેકેદારો કે જેઓ પ્રિમાઇસિસમાં નથી આવવાના તેઓ માટે મેદાનમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરીના દિવસે કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટેનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. મતગણતરી કેન્દ્રમાં આવતા લોકોને અપીલ કરવામાં આવી હતી કે ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ મોબાઈલ અંદર લઇ જવા ઉપર મનાઈ છે તો કોઈએ મોબાઈલ લઈને આવવું નહિ તેમ તેઓએ ઉમેર્યું હતું.
Reporter: News Plus