ગઈકાલની રાજકોટ ની કરુણ ઘટના બાદવડોદરા ફાયર બ્રિગેડ વિભાગ એક્શનમાં આવ્યું છે. નવલખી મેદાન સામે કલા ભુવન મેદાનમાં ચાલતા ફન પાર્કમાં શનિવાર રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું.રાજકોટની ટીઆરપી ગેમઝોનમાં આગ લાગવાની દુર્ઘટનાને પગલે વડોદરામાં પાલિકા તંત્ર દોડતું થઇ ગયું છે અને શનિવાર મોડી સાંજે સંયુક્ત ટીમો દ્વારા જુદાજુદા ૯ સ્થળોએ ચાલતા ગેમઝોન અને ફન પાર્ક બંધ કરાવવા તાકીદ સૂચના આપવામાં આવી છે
આ ઉપરાંત ફનપાર્ક તેમજ અન્ય ગેરકાયદે ચાલતા હોય તેવા ગેમઝોનની પણ તપાસ કરવામાં આવી રહીછે.રાજકોટમાં ગેમઝોનની દુર્ઘટનાના પ્રત્યાઘાત રાજ્યભરમાં પડયા છે ત્યારે વડોદરા કોર્પોરેશન,પોલીસ,ફાયર બ્રિગેડ,વીજ કંપની,સ્ટ્રીટ લાઇટ વિભાગ અને કલેક્ટર સહિતના વિભાગો પણ એલર્ટ થઇ ગયા હતા અને સંયુક્ત ટીમો બનાવી ગેમઝોન તેમજ મોલ જેવા સ્થળોએ ઝુંબેશ શરુ કરી હતી.શહેર પોલીસ કમિશનરે કહ્યું હતું કે,વડોદરામાં કેટલા ગેમઝોન ચાલે છે તેની તપાસ કરવા પોલીસ ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમો દ્વારા લાયસન્સ તેમજ સેફ્ટીના પાસાની તપાસ કરવામાં આવશે.ઇન્ચાર્જ ચીફ ફાયરે કહ્યું હતું કે,દરેક ઝોન પ્રમાણે ફાયર બ્રિગેડની ટીમો દ્વારા ગેમઝોન,મોલ તેમજ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવા સ્થળોએ ફાયર સેફ્ટીના સાધનો અને વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે.જ્યાં સુધી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે ત્યાં સુધી ગેમઝોન બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.જેના પગલે પોલો ગ્રાઉન્ડ પરનો ફન મેળો તંત્રએ બંધ કરાવ્યો છે. આ ફન મેળામાં ફાયર સેફ્ટીનાં સાધનો બંધ મળી આવ્યાં હતા
બાળકોને બહાર કાઢી તમામ રાઇડ બંધ કરાવાઇ હતી.શહેરમાં આઠ સ્થળોએ બાળકોનાં સમર મેળાને પરવાનગી અપાઈ છે.તમામ સ્થળે NOC ઉપરાંત નિયમોનાં પાલન અંગે તપાસ શરૂ કરાઈ છે.તમામ આઠ સમર મેળાઓમાં તંત્રની ટીમો દ્વારા ચકાસણી શરૂ થતાં ફન ઝોન સંચાલક દ્વારા રાજકીય દબાણમાટે પ્રયત્નો શરૂ કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ ઉપરાંત વડોદરા શહેરમાં આવેલા વિશાળ શોપિંગ મોલ્સમાં ચાલતાં ગેમિંગ ઝોનમાં પણ તપાસ હાથ ધરાશે. તંત્રની પરવાનગી અને ફાયર NOC ની તપાસ કરાશે.અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ માસ અગાઉ વડોદરા શહેરના હરણી લેક ઝોનમાં બોટ ઉંધી વળવાની ઘટના બની હતી જેમાં બાર બાળકો સહિત 14 જણના ડૂબી જવાથી કરુણ મોત થયા હતા. પરણી લેખજોનમાં બોટ ચલાવવાની પરવાનગીમાં પણ ઘણી તૃતીઓ સામે આવી હતી અને હાઇકોર્ટે કડક શબ્દોમાં ઝટકણી કાઢી હતી.
Reporter: News Plus