સુંદરકાંડ નું હિન્દુ સનાતન સંસ્કૃતિ માં અનેરું મહત્વ છે. યુનિવર્સિટી ના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે આજે શહેર ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ લક્ષ્મીપુરા તળાવ પાસે ની શિવાલય રેસીડેન્સી ખાતે સંગીતમય સુંદરકાંડ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
દરમ્યાનમાં આ સુંદરકાંડ નું સફળ આયોજન કરનાર ભારતીય વિદ્યા ભવનસ ના રજીસ્ટ્રાર નિરવભાઈ હસમુખભાઈ ઠાકરે જણાવ્યું હતું કે આજથી ૪૦ વર્ષ પહેલાં સહું પ્રથમ વાર નંદકિશોર શાસ્ત્રીજી એ સંગિતમય સુંદરકાંડ ની શરૂઆત કરી હતી.. અશ્વિન પાઠક જેવા દિગ્ગજ સુંદરકાંડ પાઠકો પણ એક જ પારાયણ ની પંક્તિઓ ને દસ જુદા જુદા રાગ માં ગાઈ શકે તેવા નંદકિશોર શાસ્ત્રી જી અમદાવાદ થી ખાસ આજે સુંદરકાંડ માટે પધાર્યા હતા. તેઓ પોતે MA B.ed. કરી વેરાવળ માં સંસ્કૃત ના પ્રાધ્યાપક તરીકે સેવા આપી છે.એમ વડોદરા ના પુર્વ સેલ્સ ટેક્સ ઓફીસર મહેન્દ્રભાઈ ભટ્ટે જણાવ્યું હતું.
આજ ના કાર્યક્રમ માં શ્રી બોરસદ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સેવા ટ્રસ્ટ વડોદરાના પ્રમુખ શ્રી રજનીકાંત ભાઈ આર જોશીતથા ટ્રેસરર શ્રી પ્રથમેશ ભાઈ શુક્લ ,સમાજ,સરકારી તથા વિવિધ ખાનગીક્ષેત્ર નાં અગ્રણીઓ ,શિવાલય રેસીડેન્સી લક્ષ્મીપુરા નાં પ્રમુખ શ્રી સુરેન્દ્રસિંહજી પુવાર અને તમામ સભ્યોએ તથામહિલા અને બાળવિકાસ વિભાગ, આઇસીડીએસ નાં નાયબ નિયામક શ્રી દિશાબેન ડોડિયા, યુનિવર્સિટી ના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમ નિરવ ઠાકરે જણાવ્યું હતું
Reporter: News Plus