ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. જેમાં 11 લોકોનામૃત્યુ થયા છે.
શનિવારે રાત્રે ઢાબાની બહાર ઉભેલી વોલ્વો બસ સાથે કોંક્રિટ ભરેલું ડમ્પર ભયાનક રીતે અથડાતા બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં બસમાં બેઠેલા 11 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ તમામ લોકો સીતાપુરથી પૂર્ણાંગિરી (ઉત્તરાખંડ) જઈ રહ્યા હતા. શનિવારે રાત્રે 12.15 કલાકે ભોજન અને નાસ્તો કરવા માટે એક ઢાબા પર રોકાયા હતા, ત્યારે તેજ ગતિએ આવી રહેલા ડમ્પરને બસને ટક્કર મારીને પલટી મારી ગઈ હતી. રાત્રે 1 વાગ્યા સુધીમાં ડમ્પર નીચેથી નવ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
Reporter: News Plus