નવી દિલ્હી : વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) એ 14 માર્ચે ક્વોલિટી કંટ્રોલ આદેશ જારી કરીને રસોડાનાં આ વાસણો માટે ISI માર્ક ફરજિયાત કરી દીધો હતો.
સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો માટે BISના કડક ધોરણો એ સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. દેશભરમાં ઘરો અને વ્યાપારી એકમોમાં ઉપયોગમાં લેવાતા રસોડાનાં વાસણો ઉચ્ચતમ સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરે છે. સખત પરીક્ષણ અને પ્રમાણપત્ર પ્રક્રિયાઓ લાગુ કરીને, BIS ઉપભોક્તાઓને હલકી ગુણવત્તાના ઉત્પાદનોથી બચાવવામાં સહાયતા પ્રદાન કરવાની સાથે-સાથે સુરક્ષિત અને લાંબા સમય સુધી ટકી રહે છે.ક્રોમિયમ અને નિકલ, મોલિબ્ડેનમ અને મેંગનીઝ જેવી અન્ય ધાતુઓ સાથે સ્ટીલના મિશ્ર ધાતુથી બનેલ સ્ટેનલેસ સ્ટીલ પોતાના સંરક્ષણ પ્રતિકાર અને મજબૂત યાંત્રિક ગુણો માટે જાણીતું છે.
BIS એ આ વિશેષતાઓને ભારતીય સ્ટાન્ડર્ડ IS 14756:2022માં સૂચિબદ્ધ કરી છે, જે રસોઈ બનાવવામાં, ભોજન કરવા પીરસવામાં અને સ્ટોર કરવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના વાસણોની જરૂરિયાતોને સ્પષ્ટ કરવામાં આવ્યા છે. એલ્યુમિનિયમના વાસણો ઘરેલું અને વ્યાપારી રસોડા બંનેનો મુખ્ય આધાર છે. તે હળવા, શાનદાર ઉષ્મા વાહકતા, પોષણક્ષમતા અને મજબૂતી માટે ઓળખાય છે. BIS એ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ IS 1660:2024 તૈયાર કર્યો છે, જે હાર્ડ એનોડાઈઝ્ડ અને નોન-સ્ટીક અનરિન્ફોર્સ્ડ પ્લાસ્ટિક કોટિંગ સહીત 30 લિટર સુધીની ક્ષમતા સુધી નિર્મિત અને કાસ્ટ એલ્યુમિનિયમ વાસણો માટે સ્પષ્ટીકરણને રેખાંકિત કરે છે.
Reporter: News Plus