News Portal...

Breaking News :

અષાઢ સુદ એકમ આજથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ : ગુપ્ત નવરાત્રિ 10 મહાવિદ્યાઓને સમર્પિત છે.

2024-07-06 09:59:17
અષાઢ સુદ એકમ આજથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ : ગુપ્ત નવરાત્રિ 10 મહાવિદ્યાઓને સમર્પિત છે.


અષાઢ સુદ એકમ એટલે કે આજથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આપણે ત્યાં કુલ ચાર નવરાત્રીનું મહત્વ છે જેમાં ચૈત્ર અને આસો નવરાત્રી ધામધૂમથી ઉજવાય છે ,જ્યારે મહા મહિનામાં અને અષાઢ મહિનામાં ગુપ્ત નવરાત્રી આવતી હોય છે. 


ગુપ્ત નવરાત્રીમા ભક્તિનું વધારે મહત્વ હોય છે. નવરાત્રી દરમિયાન શક્તિપીઠ અંબાજી સહિત ગુજરાતમાં આવેલા તમામ માઇ મંદિરોમાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડશે.મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ 10 મહાવિદ્યાઓને સમર્પિત છે. આ દરમિયાન દેવીની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે. તાંત્રિક અને અઘોરીઓ માટે ગુપ્ત નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેઓ 9 દિવસ સુધી તપસ્યા અને સાધના કરે છે તેમને દુર્લભ સિદ્ધિઓ મળે છે.


ગુપ્ત નવરાત્રિ આજે શનિવાર, 6 જુલાઈ, 2024થી શરૂ.અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ આજે શનિવાર, 6 જુલાઈ, 2024થી શરૂ થઇ છે અને સોમવાર, 15 જુલાઈ, 2024 ના રોજ સમાપ્ત થશે. ગુપ્ત નવરાત્રિની 10 મહાવિદ્યાઓ મા કાલી, તારા દેવી, ષોડશી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા દેવીની પૂજા કરવામાં આવે છે.

Reporter: News Plus

Related Post