નવી દિલ્હીઃ આ વખતે ચોમાસાની સિઝનમાં અમુક રાજ્યોમાં સંતોષજનક વરસાદ પડ્યા પછી પણ શાકભાજી સહિત કઠોળના ભાવ આસમાને પહોંચેલા છે ત્યારે શાકભાજી સહિત કઠોળના ભાવમાં અંકુશ લાવવા માટે કેદ્ર સરકાર નિષ્ફળ રહી છે.
સરકાર આકાશ પાતાળ એક કરી રહ્યું છે.વધતા કઠોળના ભાવો મુદ્દે આજે કેન્દ્ર સરકારે ટોચના રિટેલર્સે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તેઓ સ્ટોક લિમિટનું ઉલ્લંઘન કરતા યા સટ્ટાખોરી કે નફાખોરી કરતા જણાશે તો સરકાર દ્વારા કડક પગલા ભરવામાં આવશે.ટોચના રિટેલર્સ જેમ કે રિલાયન્સ રિટેલ, ડીમાર્ટ, ટાટા સ્ટોર્સ, સ્પેનસર્સ, આરએસપીજી સહિત અન્ય કંપનીના રિટેલર્સ લોકોએ ભાગ લીધો હતો.
માર્કેટમાં ચણા,અડદ અને અન્ય દાળના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ છૂટક માર્કેટમાં ગ્રાહકોને હજુ પણ તેનો લાભ મળતો નથી,જેનાથી સરકારે ચિંતા વ્યક્ત કરી હતી.આ બાબતને ધ્યાનમાં રાખીને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા તેની સમીક્ષા પણ કરી હતી.આ સમીક્ષા ગ્રાહકો બાબતોના સચિવ નિધિ ખરેએ કરી હતી.બેઠકમાં ઉપસ્થિત નિધિ ખરેએ જણાવ્યું હતું કે એક મહિનામાં મુખ્ય માર્કેટમાં ચણા દાળ, અડદની દાળ સહિત અન્ય દાળના ભાવમાં ચાર ટકાનો ઘટાડો થયો છે, પરંતુ તેટલો ઘટાડો ગ્રાહકો સુધી પહોંચ્યો નથી. છૂટક ભાવમાં પણ ઘટાડો જોવા મળતો નથી.
Reporter: