ગ્રાન્ટ મળવાથી વડોદરા શહેરનો વિકાસની વેગ પકડશે.- મેયર દ્વારા ચેક સ્વીકારવામાં આવ્યો
વડોદરા મહાનગરપલિકાને રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 188 કરોડની ફાળવણી કરવામાં આવી જેનો ચેક ગુરુવારના રોજ અર્પણ કરવામાં આવ્યો. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા અન્ય મંત્રીઓ અને અધિકારીશ્રીઓના વરદ હસ્તે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા.૧૩-૦૬-૨૦૨૪ના રોજ રૂ. 2111 કરોડની રકમના ચેક અર્પણ સમારોહ યોજાયો હતો.
જેમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર પિન્કી સોની સહિતના પદાધિકારીઓએ રૂ.188 કરોડના ચેક સ્વીકાર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા આઠ મહાનગરપાલિકાઓને આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા તેમજ વિકાસના વિવિધ કામો માટે રૂ.2111 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાને પણ આવરી લઇ રૂ. 188 કરોડની ફાળવણી કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકાને રૂ. 188 કરોડની ફાળવણી થતા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા, ડ્રેનેજ, પીવાના પાણી, સ્ટ્રીટલાઇટ સહિત અન્ય આંતર માળખાકીય મળતી સુવિધાઓમાં વધારો થશે. વડોદરાના મેયર પિન્કીબેન સોની, ડે.મેયર ચિરાગ ભાઇ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.શીતલભાઇ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, દંડક શૈલેષભાઇ પાટીલ, સ્થાયી સમિતિના સભ્યો,.સિટી એન્જીનિયર અલ્પેશ મજમુંદાર, ચીફ એકાઉન્ટટ સંતોષ તિવારી સહિતના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ મુખ્યમંત્રીનો આ પ્રસંગે આભાર વ્યક્ત કર્યો હતો.
Reporter: News Plus