* શ્રી પ્રભુ સુખાર્થે આમ મનોરથ શ્રી પ્રભુને 11000 કેરી અર્પણ કરવામાં આવશે
* વ્રજધામ આધ્યાત્મિક સંકુલના પાટોત્સવ નિમિત્તે અલૌકિક આયોજન
* પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી વિશાળ આધ્યાત્મિક સંકુલ *વ્રજધામ સંકુલ* ધાર્મિક સંસ્કારોને વિશ્વમાં પ્રસારિત કરવાના દિવ્ય કાર્યો સાથે સમાજલક્ષી, માનવતાલક્ષી, બાળકો તથા યુવાનોને સમર્પિત રચનાત્મક કાર્યો, રાષ્ટ્ર સમર્પિત સેવાકીય કાર્યો તથા સામાન્ય જનને સમર્પિત સેવાકીય કાર્યો અર્થે અગ્રેસર છે.
સંસ્કારી નગરી વડોદરા ખાતે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી મોટું સંકુલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ના પાટોત્સવ નિમિત્તે આજરોજ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમાર જી મહોદય શ્રી ના મનોરથ સ્વરૂપે કેરી મનોરથના દર્શન સાંજે 7:00 કલાકે યોજાશે વૈષ્ણવ સંપ્રદાયની મૌલિક પરંપરાઓના અવિસ્મરણીય વારસો કેળવીને વૈષ્ણવ સમાજને અને આજની પેઢીને સંપ્રદાયના જ્ઞાન અને સંસ્કૃતિના સંસ્કારોને પ્રસારિત કરવાનું દિવ્ય કાર્ય વ્રજધામ સંકુલ મારફતે આજે વિશ્વભરમાં યથાવત છે શ્રી વલ્લભ સ્કૂલ ભૂષણ ાની ત્યાં લીલા સ્થળ પૂજનીયા શ્રી ઇન્દિરા બેટીજી મહોદયા શ્રી પૂજનીયા શ્રીજી સંસ્થાપિત વ્રજધામ સંકુલ થકી આપશ્રીના દિવ્ય સત્કાર્યોની યાત્રાને સંકુલના સર્વાધ્યક્ષ વૈષ્ણવ આચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી એ નવીન પ્રકલ્પો અને સત્કાર્યો સાથે આજે અગ્રીમ ઉત્સાહ અને પ્રતિબંધતા થી કાર્યરત રાખી છે.
સંકુલમાં શ્રી ગિરિરાજજી શ્રી બાલકૃષ્ણ લાલજી શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજી તેમજ દિવ્ય અખંડ જ્યોત ના ખૂબ જ સુંદર અલૌકિક દર્શનનો લ્હાવો દેશભરના અસંખ્ય વૈષ્ણવોને પ્રાપ્ત થાય છે ત્યારે આજે શ્રી ઠાકોરજીને 11000 કેરીનો ભોગ ધરાવામાં આવશે. સંકુલમાં બિરાજમાન શ્રી ગિરિરાજજી એ અસંખ્ય ભાવિકજનો માનતા લઈને પરિક્રમા કરતા હોય છે અને શ્રી પ્રભુની કૃપા ના અસંખ્ય પરચા આજે પણ યથાવત છે તો આજે પૂજ્ય શ્રી ના મંગલ વચનામૃત સાંજે 5:30 કલાકે તેમજ મનોરથ દર્શન સાંજે સાત કલાકે થશે આપ સૌ વૈષ્ણવો ને તેનો લાભ લેવા આમંત્રણ છે. આ મનોરથ ના મુખ્ય સેવાર્થી શંકરભાઈ પટેલ પરિવાર તથા સહ સેવાર્થી ભાવિકભાઈ શેઠ શર્મિષ્ઠાબેન વકીલ તથા હિનલભાઈ શાહ પરિવાર છે.
Reporter: News Plus