નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત " નિર્મળ ગુજરાત સ્વછતા પખવાડિયાનો આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં શુભારંભ કરાયો છે જે અંતર્ગત ૧ લી જૂન થી ૧૫ મી જુન સુધી સાફ સફાઈ અભિયાનની વિવિધ પ્રવૃતિ હાથ ધરવાનું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેને અનુલક્ષીને આજે તા.૦૧/૦૬/૨૦૨૪ શનિવારે સવારે ૧૦:૦૦ વાગ્યાથી લઈ સાંજના ૫:૦૦ વાગ્યા સુધી હાલોલ નગરપાલિકા વિસ્તારના વિવિધ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી
આ પ્રસંગે પ્રાદેશિક કમિશ્નર એસ.પી. ભાગોરા (IAS) એ વિશેષ હાજરી આપી હતી અને હાલોલ શહેરમાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળોની આસપાસ સફાઈનું નિરીક્ષણ કર્યું હતું જ્યારે હાલોલના પ્રસિદ્ધ ધાબાડુંગરી ખાતે આવેલ અમૃતવાટિકાની મુલાકાત પણ લીધી હતી અને લેગસી વેસ્ટ સાઇટનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી હતી અને હાલોલ શહેરના મુખ્ય માર્ગોની સફાઈ બાબતે તેઓએ પ્રસંશા વ્યક્ત કરી સ્વચ્છતા ઝુંબેશ અભિયાન વ્યવસ્થિત અને સરસ રીતે ચાલે તે માટે સલાહ સૂચન માર્ગદર્શન આપ્યું હતું એમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેઓની સાથે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર, જૂનિયર ટાઉન પ્લાનર ઇંદ્રજીત તેજગઢવાલા,ઓફિસ સુપ્રિટેંડેંટ વિરાંગ પરીખ, સિટી સોલીડ વેસ્ટ મેનેજર રીશી શાહ, સિટી આઇટી મેનેજર ધ્રુમિલ સોની, ફાયર ઓફિસર દેવાંગ ક્રિશ્ચિયન હાજર રહયા હતા.
જ્યારે સ્વચ્છતા અભિયાન ઝુંબેશમાં લગભગ 100થી વધુ સફાઈ કામદારો (સ્વચ્છતા કામદારો)ની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી, જેમણે નગરપાલિકા વિસ્તારની અંદર વિવિધ ધાર્મિક સ્થળોની ખંતપૂર્વક સફાઈ કરી હતી અને લગભગ 6 કિલો કચરો ભેગો કર્યો હતો. ઉલેખનીય છે કે નગરપાલિકા દ્વારા દૈનિક સફાઈ અભિયાનની કામગીરી ખૂબ સઘન રીતે કરવામાં આવે છે તથા દંડની કાર્યવાહી પણ કરવામાં આવે છે તેવી માહિતી મળવા પામી છે.
Reporter: News Plus