News Portal...

Breaking News :

ડાયટ વડોદરા ખાતે પાયાના તબકકા માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું ૨૦૨૨ અંગે કાર્યશાળા યોજાઈ

2024-06-01 17:25:01
ડાયટ વડોદરા ખાતે પાયાના તબકકા માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું ૨૦૨૨ અંગે કાર્યશાળા યોજાઈ


વડોદરા જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે એડીપીસી યુઈએમ, તમામ બીઆરસી કો.ઓ,તમામ બીઆરપી: નિપુણ અને પસંદીત, સીઆરસી કો.ઓ. માટે સમગ્ર શિક્ષાની રાજય કચેરીની સૂચના અન્વયે જિલ્લા કક્ષાએ NCF FS-2022 (પાયાના તબક્કા માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું-૨૦૨૨) ના મોડયુલની તલસ્પર્શી સમજ- માર્ગદર્શન માટે ડાયટ-વડોદરા ખાતે શુક્રવારે એક દિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી.





NCF FS-2022 ના તમામ ૧૦ પ્રકરણની ઉંડાણપૂર્વકની સમજ વિશેષ તજજ્ઞશ્રી ડો.સુભાષ મકવાણાએ આપી હતી.આ બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યો ધ્વારા પ્રકરણ વાઈઝ ગૃપ વર્ક કરી અસરકારક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મહેશ પાંડેએ કાર્યશાળાની મુલાકાત લઈ વ્યવહારું ઉદાહરણો આપીને જરૂરી પ્રેરણા અને માર્ગદર્શન પૂરૂં પાડયું હતું.





સમગ્ર કાર્યશાળાનું સંચાલન ડાયેટ વડોદરાના વ્યાખ્યાતા ડો.વી.કે.યાદવ, એડીપીસીશ્રી રાકેશ સુથાર અને બીઆરસી કો.ઓર્ડિનેટર વડોદરાશ્રી નરેન્દ્રસિંહ ઠાકોર ધ્વારા કરવામાં આવ્યું હતું.

Reporter: News Plus

Related Post