News Portal...

Breaking News :

ભારત સરકારની પ્રસાર ભારતી પણ પોતાનું OTT પ્લેટફોર્મ Waves લોન્ચ કર્યું

2024-11-21 16:28:02
ભારત સરકારની પ્રસાર ભારતી પણ પોતાનું OTT પ્લેટફોર્મ Waves લોન્ચ કર્યું


મુંબઈ: સ્માર્ટ ફોન્સ અને 4G નેટવર્કના આગમન બાદ ઓવર ઘ ટોપ (OTT) પ્લેટફોર્મ્સ યુવાનો માટે મનોરંજનના મુખ્ય સ્ત્રોત બની ચુક્યા છે.


હાલ દેશમાં સ્થાનિકથી માંડીને આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટ પૂરું પડતા ઘણા OTT પ્લેટફોર્મ્સ કાર્યરત છે. એવામાં ભારત સરકારની પ્રસાર ભારતી પણ પોતાનું OTT પ્લેટફોર્મ ‘Waves’ લોન્ચ કર્યું છે. 55માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં તેનું આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ સેરેમનીના ભાગરૂપે પ્રસાર ભારતી આ નવા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ફિલ્મો અને સિરીઝનું સ્ક્રીનિંગ કરશે.આ પ્લેટફોર્મ પર આઇકોનિક ભારતીય ટેલિવિઝન સિરીઝ અને એવોર્ડ વિનિંગ ફિલ્મોથી માંડીને પ્રાદેશિક કન્ટેન્ટ પર ઉપલબ્ધ હશે. આ પ્રસાર ભારતી માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ચાહકો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે કે ભારતીનું ઓટીટી પ્લેટફોર્મ હોય જેમાં લોકોની પ્રિય જૂની ફિલ્મો અને સિરીયલો પ્રસારિત કરવામાં આવે. 


વેવ્સ પર હિન્દી, અંગ્રેજી, તમિલ, મરાઠી અને આસામી સહિત 12 ભાષાઓમાં કન્ટેન્ટ હશે. એન્ડ્રોઇડ યુઝર્સ આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને iOS ડિવાઈસના યુઝર્સ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે.ડીડી ઈન્ડિયા, ડીડી કિસાન, ડીડી ન્યૂઝ, ડીડી ભારતી, બી4યુ ભોજપુરી, બી4યુ કડક, બી4યુ મ્યુઝિક, જીએનટી ઈન્ડિયા ટુડે, રિપબ્લિક, એબીપી ન્યૂઝ, ન્યૂઝ24, ન્યૂઝ નેશન, ન્યૂઝ 18 ઈન્ડિયા, એનડીટીવી, ઈન્ડિયા ટીવી9 ભારતવર્ષ, ટાઈમ્સ નાઉ, નવભારત, 9XM મ્યુઝિક, E24, દિવ્યા પિટારા મૂવીઝ

વાર્ષિક સબ્સ્ક્રિપ્શન્સ:
પ્લેટિનમ પ્લાનઃ 999 રૂપિયા પ્રતિ વર્ષ
ડાયમંડ પ્લાનઃ 350 રૂપિયા પ્રતિ વર્ષ
ત્રિમાસિક સબ્સ્ક્રિપ્શન્સ:
ડાયમંડ પ્લાનઃ ત્રણ મહિના માટે રૂ. 85
માસિક સબ્સ્ક્રિપ્શન્સ:
ડાયમંડ પ્લાનઃ દર મહિને રૂ. 30

Reporter: admin

Related Post