News Portal...

Breaking News :

વડોદરામાં અશોભનીય સ્કલ્પચરો

2024-09-11 12:55:33
વડોદરામાં અશોભનીય સ્કલ્પચરો


વડોદરા : શહેરમાં અનેક નાના-મોટા સર્કલો આવેલા છે. આ સર્કલ ઉપર વડોદરાના આર્ટીસ્ટો દ્વારા ભંગારમાંથી બનાવવામાં આવેલા સ્કલ્પચરો મૂકવામાં આવેલા છે. જો કે, આ સ્કલ્પચરોને લઈને વિવાદ પણ સર્જાયો છે.


 વિવાદને લઈને કોર્પોરેશન દ્વારા વડોદરામાં અશોભનીય સ્કલ્પચરો દૂર કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વડોદરા શહેરના સર્કલો ઉપર સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને કંપનીઓ દ્વારા પણ સ્ટેચ્યુ મૂકવામાં આવે છે. સર્કલ ઉપર મૂકવામાં આવતા સ્ટેચ્યુ પાલિકાની મંજૂરી વગર મુકાવવામાં આવતા નથી. પરંતુ પાલિકા દ્વારા કોઈપણ જાતની તપાસ કે અભ્યાસ કર્યા વગર સ્ટેચ્યુ અથવા સ્કલ્પચર મુકવાની પણ આડેધડ પરવાનગી આપવામાં આવી છે. વડસર બ્રિજ પાસે માત્ર 100 ફૂટના અંતરમાં ત્રણ ખીસકોલીઓના સ્ટેચ્યુ ગોઠવી દેવામાં આવ્યા છે. થોડા વર્ષો પહેલા વડોદરાના આર્ટિસ્ટ દ્વારા ભંગારમાંથી બનાવવામાં આવેલ ખિસકોલી મૂકવામાં આવી હતી. 


જે આજે ખિસકોલી સર્કલ તરીકે પ્રસિદ્ધ છે. પરંતુ પાલિકા તંત્રના કેટલાક કહેવાતા બુદ્ધિજીવી અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વધુ બે ફાયબરની ખિસકોલી મુકવા માટેની પરવાનગી આપી દેવામાં આવતા હાલ સર્કલ ખાતે માત્ર 100 ફૂટના અંતરમાં ત્રણ ખિસકોલી ગોઠવી દેવામાં આવી છે. જે વડસર વિસ્તારના ખિસકોલી સર્કલની શોભા પણ બગડી રહી છે. સાથે આ ત્રણ-ત્રણ ખિસકોલીઓ મૂકી દેવામાં આવતા વિવાદ ઉભો થયો છે.સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશનના અણઘડ વહીવટ કરતાઓના કારણે સર સયાજીરાવ ગાયકવાડની કલા નગરીનીપણ ઘોર ખોદાઇ રહી છે. શહેરના એવા કેટલાક સર્કલો છે જે સર્કલો ઉપર મૂકવામાં આવેલ સ્ટેચ્યુ અને સ્કલ્પચરથી તે વિસ્તાર ઓળખાય છે. તો શહેરમા એવા પણ સર્કલો છે. જે કલાનગરીની શોભા બગાડી રહ્યા છે. જે પૈકી વડસર બ્રિજ પાસે જે ખિસકોલી સર્કલ તરીકેઓળખાય છે તે સર્કલ ઉપર એક બે નહીં પણ ત્રણ ત્રણ ખિસકોલીઓ ગોઠવી દેવામાં આવી છે. ત્યારે, આ સર્કલ શોભનીય બનાવવામાં આવે તેવી મારી માગ છે.

Reporter: admin

Related Post