વડોદરા : શહેરમાં માનવસર્જિત ઐતિહાસીક પૂરને નાથવામાં તથા પૂર સમયે લોકોની મદદે પહોંચવામાં સદંતર નિષ્ફળ પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ લોકોને હાસ્યાસ્પદ સલાહ આપી છે.
તેમણે જણાવ્યું કે, આપણે પૂરની સાથે જીવતા શીખવું પડશે. લોકોએ ઘરમાં ટ્યુબ અને સોસાયટીઓમાં તરાપા રાખવા જોઇએ. લોકો પૂરના માર માંથી બહાર આવી રહ્યા છે, તેવા સમયે પાલિકાના જવાબદાર પદાધિકારીના બેજવાબદાર નિવેદનના કારણે લોકોમાં મજાકને પાત્ર બન્યા છે
ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી પાલિકાની વડી કચેરી ખાતે દોરડું ટ્યુબ લઈને સામાજિક કાર્યકરો પાલિકાની વડી કચેરીએ પહોંચ્યા હતા અને પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ગઈકાલે આપ્યું હતું નિવેદન, જેની પ્રતિક્રિયા રૂપે સામાજિક કાર્યકર પ્રદર્શન કર્યું હતું.
Reporter: admin