વડોદરા : શિનોર તાલુકાના મોખરાનું સ્થાન ધરાવતા અવાખલ ગામે જંગલની થીમ્સ ડેકોરેશનના વચ્ચે બીરાજમાન ગણપતિ બાપાની મૂર્તિ એ ભારે આકર્ષણ જમાવ્યું હતુ.
શિનોર તાલુકાના મોખરાનું સ્થાન ધરાવતા અવાખલ ગામે દર વર્ષની જેમ જંગલ થીમ્સ ડેકોરેશન વચ્ચે બીરાજમાન ગણપતિ બાપાની મૂર્તિ એ ભારે આકર્ષક જમાવ્યું હતું વર્ષ દરમિયાન આવતા તહેવારો પૈકી મહા શિવરાત્રી અને ગણેશ ઉત્સવ નવરાત્રી સહિતના તહેવારોમાં કથા સપ્તાહ અને કીર્તન સંધ્યા કાર્યક્રમો ભારે ઉત્સાહ અને ધામધૂમથી મનાવવામાં આવે છે શિનોર તાલુકાનુ અવાખલ ગામ મોખરાનું સ્થાન ધરાવે છે અને અહીંયા તીસથી ચાલીસ જેટલા યુવાનો થી સંગઠિત નવ યુવક મંડળ દ્વારા દરેક કાર્યક્રમો અને વિશેષ ડેકોરેશન કરવામાં આવે છે
હાલ ગણેશ ઉત્સવ તહેવારને વિશેષ રીતે મનાવામાં આવે છે છેલ્લા ઘણા સમયના આર્થાત પરિશ્રમ બાદ જંગલ થીમ્સ આટૅ થી ડેકોરેટ કરી ગણેશજી બિરાજમાન કરાતા ગણેશજીની મૂર્તિએ ભક્તજનોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું.
Reporter: admin