સરકાર દ્વારા જાહેર સેવા અને લોકોની સુવિધા માટે મોટી રકમ ખર્ચવામાં આવે છે, પરંતુ જ્યારે આ યોજના પૂર્ણ થાય છે ત્યારે તેનો ઉપયોગ લોકો સુધી પહોંચે છે કે નહીં, તે મોટો પ્રશ્ન છે.
આવો જ એક મામલો સામે આવ્યો છે આપણા ડભોઇ તાલુકાના વઢવાણા બસ સ્ટેન્ડનો, જે હવે ખંડેરના રૂપમાં જોવા મળી રહ્યો છે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સરકાર તરફથી યોજના કાગળ પર તો પૂરી કરી દેવામાં આવી છે, પરંતુ તેની અમલવારી શૂન્ય છે. બસ સ્ટેન્ડની સ્થિતિ લોકોને હેરાન-પરેશાન કરી રહી છે, અને સરકારી બેદરકારીથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જ્યાં એક તરફ વિકાસના વાયદાઓ કાગળ પર છે, ત્યાં જ સાહેબ, હકીકત એવી છે કે લોકો આજેય બે ઉપયોગી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભોગ બની રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે સરકારી તંત્ર આ અંગે ક્યારથી કાર્યવાહી કરશે..જાહેર સુવિધા કે જે છે નાકામ: બસ સ્ટેન્ડની દુઃખદ કથા, શું સરકારના કાન સુધી પંહોંચશે?
Reporter: admin