કીવ : રોબોટ્સને કારણે ઘણાં ક્ષેત્રોમાં પરિવર્તન આવી રહ્યાં છે પણ યુદ્ધના મેદાનમાં રોબોટને ઉતારી યુક્રેને યુદ્ધના મેદાનની પરિભાષા જ બદલી નાંખી છે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ મંગળવારે જણાવ્યું હતું કે રશિયા સાથેના યુદ્ધમાં ૨૨,૦૦૦થી વધારે મિશન ડ્રોન અને રોબોટ દ્વારા પાર પાડવામાં આવ્યા છે જેને કારણે ૨૨,૦૦૦થી વધારે વખત કોઇ સૈનિકને બદલે એક રોબોટને ખતરનાક વિસ્તારમાં મોકલી મોટી સંખ્યામાં સૈનિકોના જીવો બચાવી લેવામાં આવ્યા છે. છેલ્લા ચાર વર્ષથી રશિયા સામે જંગલડી રહેલાં યુક્રેન દ્વારા અનમેન્ડ ગ્રાઉન્ડ વેહિકલ્સ-યુજીવીનો અસરકારક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ યુજીવીની ખાસિયત એ છે કે આ રોબોટને ચલાવવા માટે કોઇ સૈનિકને ટ્રેઇન કરવા માટે માંડ એક મહિનાનો સમય લાગે છે.
આ યુજીવી નાના મધ્યમ કદના વાહનો હોય છે જે સૈનિકોને બદલે ખતરનાક મિશન પાર પાડે છે.મુવમેન્ટ માટે આ યુજીવી કેટરપિલર ટ્રેકનો ઉપયોગ કરે છે. જેનો દેખાવ ટેન્ક જેવો હોય છે. અથવા આ યુજીવીને મોટા ટાયરો પર ઇન્સ્ટોલ કરી દેવામાં આવે છે જેથી તે સરળતાથી ખાઇ, જંગલો અને ખેતરોમાંથી પસાર થઇ શકે છે. યુજીવીના ઉપરના હિસ્સામાં થર્મલ કેમેરા, રિમોટ કન્ટ્રોલ એન્ટેના અને સેન્સર લાગેલાં હોય છે જેને કારણે ઓપરેટર તેને લાંબા અંતરે રહીને કન્ટ્રોલ કરી શકે છે.
Reporter: admin







