News Portal...

Breaking News :

120 કરોડના ઠગાઈના કેસમાં અમદાવાદના ઉદય પટેલ અને સુરતથી દેવેન્દ્રપ્રસાદ જોશીની પોલીસ દ્વારા અટકાયત

2024-06-29 10:33:27
120 કરોડના ઠગાઈના કેસમાં અમદાવાદના ઉદય પટેલ અને સુરતથી દેવેન્દ્રપ્રસાદ જોશીની પોલીસ દ્વારા અટકાયત


લખનૌ:  ડો.એપી.જે.અબ્દુલ કલામ ટેકનીકલ યુનિવર્સિટી સાથે રૂપિયા 120 કરોડના ઠગાઈના કેસ સામે આવ્યો છે. 



આ કેસમાં ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે. લખનૌમાં થયેલી છેતરપિંડીના તાર ગુજરાત સુધી લંબાયા છે. કરોડોના આ ચીટિંગના ચકચારી કેસમાં સુરત કનેક્શન બહાર આવ્યું છે. આ મામલે કૌભાંડમાં સુરત અને અમદાવાદના યુવકોના નામ સામે આવતા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.મળતી વિગતો પ્રમાણે અત્યારે યુપી પોલીસે ગુજરાતમાં ધામા નાખી બે યુવકોની અટકાયત કરી લીધી છે. બેંક અને યુનિયન સાથે છેતરપિંડી કરવાના પ્રકરણમાં ગુજરાત સુધી પગેરું લંબાયા બાદ ગુજરાત પોલીસ દોડતી થઈ છે અને તપાસ આગળ વધારી છે. 


નોંધનીય છે કે,આ બન્ને આરોપીઓએ લખનૌની યુનિવર્સિટીના સત્તાધીશોને વ્યક્તિ દ્વારા યુનિયન બેંકના ઓફિસર તરીકે ઓળખ આપી હતી.આ સાથે બેંકનું આઇડી કાર્ડ અને ઓથોરિટી લેટર સહિત પુરાવા આપી મોટી મોટી વાતો કરી હતી.આ દરમિયાન આરોપીઓએ કહ્યું હતું કે, યુનિયન બેન્કમાં એફ.ડી. તરીકે મુકશો તો ઊંચું વળતર આપવાની લોભામણીની સ્કીમ આપી હતી.આ મામલે તપાસ થતા સમગ્ર રેકેટમાં લખનૌ અને હૈદરાબાદ ઉપરાંત સુરત અમદાવાદના તાર સામે આવ્યા હતા. મળતી જાણકારી પ્રમાણે અમદાવાદના ઉદય પટેલ અને સુરતથી દેવેન્દ્રપ્રસાદ જોશીની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. આ સાથે હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી દીધી છે.

Reporter: News Plus

Related Post