વડોદરા: શહેરના મકરપુરામાં વીજ થાંભલો લગાવતા સમયે ફરજ પરના બે કર્મચારીઓને વીજ કરંટ લાગ્યો હતો.કોન્ટ્રાક્ટના બે કર્મચારીઓને કરંટ લાગતા દોડધામ મચી હતી.
સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ હતી. થાંભલો વીજ લાઈન પર અડી જતાં બંને કર્મચારીઓ જમીન પર જોરથી પટકાયા નજરે પડે છે તેમના શરીર માંથી વીજ કરંટ પસાર થયો હતો. આ સમગ્ર ઘટના કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
બંને કર્મચારીઓને ઈજા થતાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.બંનેને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઈ હતી.હાલ જીઈબીના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા.
Reporter: admin