દીપક ફાઉન્ડેશન અને આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ બંને વડોદરાના અગ્રણી સમાજસેવી સંસ્થાઓ છે.
આ બંને સંસ્થાઓ જરૂરતમંદોની સેવા અર્પણ કરવા હેતુ કાર્યરત છે.દીપક ફાઉન્ડેશનના આમંત્રણ ને માન આપી કે એસ છાબરાજી એ દિપક ફાઉન્ડેશનના વ્યવ્યસ્થાપક,સ્ટાફ, સ્વયંસેવકો તથા લાભાર્થીઓને ઉત્તમ અને આનંદિત જીવન કેવી રીતે જીવવું તે પોતાની આગવી શૈલી માં જણાવ્યું.જીવન માં તકો અને તકલીફો સતત આવતી જ હોય છે.આપણે તકો કેવી રીતે ઝડપી લેવી ને તકલીફોને કેવી રીતે જતી કરવી તેના પર વિશેષ ભાર આપ્યો હતો.
આપણા સકારાત્મક વિચારો થી કોઈપણ માનસિક દુવિધાઓ ને જીતી શકાય છે.કે એસ છાબરાજી એ આપણે સહુએ જરૂરતમંદો ની સેવા કરતા રહેવાની પ્રેરણા આપી.આ સંવાદ માં દિપક ફાઉન્ડેશન ના ડિરેક્ટર જય પવાર તથા સ્ટાફ,વોલિયેન્ટર અને 60 ઉપરાંત લાભાર્થીઓ એ ભાગ લીધો.આનંદ આશ્રમના સ્વયં સેવકો પ્રેરક શાહ તથા મિસ જન ફિરોઝ સાથે હતા
Reporter: admin