News Portal...

Breaking News :

સંખેડા અને રતનપુરામાં રેતી ખનન માફીયાઓ અંગે કલેક્ટરને રજૂઆત

2024-08-12 13:45:18
સંખેડા અને રતનપુરામાં રેતી ખનન માફીયાઓ અંગે કલેક્ટરને રજૂઆત


વડોદરા શહેરમાં નવીન કલેકટર કચેરી ખાતે વડોદરા શહેર જિલ્લામાં રેતી માફીયાઓ અંગે રતનપુર ના સરપંચ મોતીભાઈ અને ગામજનો ભેગા મળીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.


વડોદરા શહેરમાં નવીન કલેકટર કચેરી ખાતે વડોદરા જિલ્લાના સંખેડા ગામ રતનપુર ગામમાં રેતીની ચોરીઓ થાય છેતે અંગે સરપંચ મોતીભાઈ આજુ બાજુ ના ગામ લોકોએ સાથે મળીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. 


જેમાં મોટી સંખ્યામાં ગામજનો સાથે મળીને રેતી ખલેલ માફીયાઓ વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિધ્યા માગૅ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી.

Reporter: admin

Related Post