નૂહ : નિસંતાન મહિલાઓના નામે ફેક તસવીરોની જાહેરાતથી રૂપિયા પડાવાતા બેની ધરપકડ કરાઈ છે.એજાઝ અને ઇર્શાદ નામના બન્ને આરોપીઓની હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરાઇ રહી છે. હરિયાણાના નૂહમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે.
ખોટી જાહેરાતો આપીને લોકો પાસેથી રૂપિયા પડાવવા માટે નોકરીનું સ્કેમ ચલાવવા જાહેરાતો માટે મહિલાઓની ફેક તસવીરોનો ઉપયોગ કરાતો હતો. જાહેરાતો માટે ફેસબુક પર ચાર ફેક એકાઉન્ટ પણ બનાવ્યા હતા. જેના પરથી આ ફેક જાહેરાતો પણ મળી આવી હતી. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા હતા, કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
યુવાનો સરળતાથી પ્રભાવિત થઇને સ્કેમમાં ફસાઇ જતા હતા. લોકો જેવા આ જાહેરાત જોઇને તેમાં આપેલા નંબર પર ફોન કરતા હતા તો સ્કેમર્સ સિક્યોરિટી અને રજિસ્ટ્રેશનના નામ પર 750 રૂપિયાની ડિમાન્ડ કરતા હતા. રજિસ્ટ્રેશન બાદ અલગ અલગ રીતે યુવાનો વાતોમાં ફસાવીને લાખો રૂપિયા પડાવી લેતા હતા. આ પ્રકારની ફરિયાદ મળ્યા બાદ નૂંહ સાઇબર ક્રાઇમ પોલીસે બે સ્કેમરની ધરપકડ કરી છે.
Reporter: News Plus