અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આજવારોડ નજીક સવારે બે અલગ અલગ અકસ્માતો બન્યા હતા જો કે આ બંને અકસ્માતો એકબીજા સાથે સંકળાયેલા હતા. એક અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈક ઉપર સવાર દંપતિનું મોત નિપજ્યું હતું આ અકસ્માત જોવા માટે ઉભેલા ટેમ્પો ચાલકને પાછળથી લક્ઝરી બસના ચાલકે ટક્કર મારતા લક્ઝરી બસમાં સવાર કેટલાક મુસાફરો ઘવાયા હતા.
વડોદરા નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે ઉપર આજવા રોડ નજીક રહેલી સવારે અજાણ્યા વાહને એક બાઈકને ટક્કર મારી હતી. દાહોદનું દંપતિ બાઈક ઉપર જઈ રહ્યું હતું દરમિયાન ટક્કર મારતા દંપત્તિનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે તેઓના બે બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે એક ટેમ્પો ચાલક ત્યાં ઉભો હતો. દરમિયાન રાજસ્થાનથી સુરત તરફ જતી એક લક્ઝરી બસે ટેમ્પોને ટક્કર મારી ડિવાઈડર કૂદી બીજી તરફ આવેલ સ્ટુડિયોની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
બસમાં 30 જેટલા મુસાફરો સવાર હતા. જેઓની ચિચીઆરીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ તેમજ એમ્બ્યુલન્સ ઘટના સાથે દોડી હતી. અને ફાયર વિભાગની ટીમ બસમાંથી 30 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું જો કે સદ નસીબે કઈ મોટી જાનહાનિ થઈ ન હતી. બંને અકસ્માતોના પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી અને લોકોનો સામાન પણ રોડ ઉપર વેરવિખેર જોવા મળ્યો હતો.
Reporter: News Plus