ભારતે ફ્રાન્સ પાસેથી મોટી સંખ્યામાં રાફેલ ફાઈટર જેટ ખરીદ્યા છે. બુધવારે ફ્રાન્સમાં આકાશમાં બે રાફેલ વિમાનો વચ્ચે અથડામણ જોવા મળી હતી.
જેના પછી દરેક જગ્યાએ ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનામાં બે પાયલોટના મોત થયા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ બંને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે.બે રાફેલ એરક્રાફ્ટ ફ્રાન્સના ઉત્તર-પૂર્વ શહેર કોલંબ-લેસ-બેલ્સની ઉપરથી ઉડી રહ્યા હતા. રાત્રે 10.30 કલાકે એકબીજા સાથે અથડાયા હતા. પ્લેનની ટક્કરથી આ વિસ્તારમાં ભયંકર વિસ્ફોટ જોવા મળ્યો અને આકાશમાંથી પ્લેનનો કાટમાળ વરસવા લાગ્યો.
પ્લેનમાં હાજર એક પાયલોટે કૂદકો મારી દીધો હતો અને બે પાયલોટ ગુમ હતા. ઘાયલ પાયલોટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે બાકીના બે પાયલોટની શોધ 10 કલાક સુધી ચાલુ રહી હતી. 10 કલાકની શોધખોળ બાદ બંને પાયલોટના મૃતદેહ મળી આવ્યા હતા. આ અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટીનો માહોલ છે.
Reporter: admin