News Portal...

Breaking News :

અવનવી વાનગી : વિસરતી વાનગીઓ માથી એક વાનગી ઘઉંના લોટનુ ખીચું. જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે.

2024-08-15 16:06:11
અવનવી વાનગી : વિસરતી વાનગીઓ માથી એક વાનગી ઘઉંના લોટનુ ખીચું. જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે.


2 વ્યક્તિ માટે ઘઉંના લોટનુ ખીચું બનાવવા માટે એક કઢાઈમાં 3થી 4 ચમચી તેલ ગરમ કરવા મૂકવું. જો તેલમાં સીંગતેલ વાપરશો તો ટેસ્ટ વધુ સારો લાગશે. 


તેલ ગરમ થયા પછી એક ચમચી જીરૂ ઉમેરીશું, 4 હી 5 મીઠાં લીમડાના પાન ઉમેરીશું, એક ચમચી આદુ લસણ ની પેસ્ટ ઉમેરીશું, તીખું પસંદ હોય એ પ્રમાણે લીલા મરચા મોટા સમારીને ઉમેરીશું. હવે આ બધુ શેકી લઈશું. ગેસ ધીમી આંચ પર રાખવો જેથી મસાલા તડીયે ચોંટી નં જાય. હવે એમાં 2થી 3 ચમચી પાણી ઉમેરીશું. હવે 2 કપ છાસ ઉમેરીશું. હવે આ મિશ્રણને સતત  3 થી 5 મિનિટ માટે હલાવતા રહીશુ. હવે તેમાં અડધી ચમચી હળદર, એક ચમચી લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરીશું. હવે બધુ બરોબર મિક્ષ કરીશું. 


હવે  એક પક ઘઉનો જાડો લોટ ઉમેરી મિક્ષ કરીશું. આ મિશ્રણને 5 મિનિટ માટે હલાવતા રહીશુ. અને મિક્ષ થયા પછી 2 થી 3 મિનિટ માટે ઢાંકીને રાખીશું.ત્યારબાદ લોટ છાસમા મિક્ષ થઈ જશે ને ખીચું તૈયાર થઈ જશે. હવે તેમાં ઉપરથી ચોપ કરેલ ધાણા અને સૂકું લાલા મરચું ભભરાવી મિક્ષ કરી લો. આ ખીચું ખુબ ઓછા સમયમાં તૈયાર થઈ જશે અને ખાવામાં ખુબ ટેસ્ટી લાગશે.

Reporter: admin

Related Post