ઈડરના જાદર પોલીસ મથક ખાતે ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓ રૂ. 4 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જવા પામ્યા હતા.પોલીસ કર્મીઓએ ફરિયાદીને હેરાન નહિ કરવા માટે રૂ.10 લાખની લાંચ માગી હતી જો કે 4 લાખ લેતા હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ લાંચના નાણાં લઇ નાસી છૂટ્યા હતા.
ફરીયાદીએ જાદર પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી.જે અરજી પરત ખેંચવા, તેમજ ફરીયાદી વિરૂધ્ધ થયેલ ત્રણ અરજીઓના નીકાલ કરી ફરીયાદીને હેરાન નહી કરવાના અવેજ પેટે આરોપી હે.કો.પિયુષ પટેલે ફરીયાદી પાસે રૂ 10 લાખની લાંચની માંગણી કરી હતી.જે પૈકી ગુરુવારે રૂ.5 લાખ કે જેટલી વ્યવસ્થા થાય તેટલા નાણાં આપવાનો વાયદો કરાયો હતો.જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી
જે આધારે રૂ.4 લાખ સાથે રાખીઆજરોજ લાંચના છટકાનું આયોજન કરતાં આરોપી નં.પિયુષ પટેલ અને રમેશજી રાઠોડ કે જે પોલીસ કોન્સ્ટેબલ છે તેઓએ ફરીયાદી તથા સાહેદ સાથે હેતુલક્ષી વાત-ચીત કરી,લાંચના નાણાંની માંગણી કરી, લાંચના નાણાં સ્વીકારી આરોપીઓને શંકા જતા લાંચના નાણાં લઈ સાથે લાવેલ ગાડીમાં નાસી ગયા હતા.
Reporter: News Plus