વડોદરા શહેરમાં પીવાના પાણીનો પ્રહસન પેચીદો બની ગયો છે.શહેરના અનેક વિસ્તારોમાં પીવાનું પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી અને તેના કારણે લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે શહેરના તુલસીવાડી વિસ્તારના રહીશો પીવાના પાણીના પ્રસેન ઉગ્ર બનાયા હતા.અને લોકોએ માથે માટલા ફોડી અનોખી વિરોધ નોંધાવ્યો હતો.
શહેરના તુલસીવાડી વિસ્તારના લોકો છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યા સામે લડી રહ્યા છે. અનેકવિધ રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું ત્યારે ગુરુવારે પાલિકાની વડી કચેરી ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાની આગેવાનીમાં સ્થાનિકોએ એક્ત્ર થઈ માથા પર માટલું ફોડી અનોખી રીતે વિરોધ કરી પાણી માટે માંગ કરી હતી. ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યા બાદ મ્યુનિસીપલ કમિશ્નર દિલીપ રાણાને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
સાથે વિસ્તારમાં ડ્રેનેજ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ અભાવ હોવાથી તેની પણ રજુઆત કરવામાં આવી હતી. દેખાવો ટાણે રહીશોએ મંગળસૂત્ર દર્શાવી જણાવ્યું હતું કે, હવે અમારે કામગીરી માટે ઘરમાંથી મંગળસૂત્ર વેચવું પડે એવી પણ પરિસ્થિતિ આવી ગઈ છે. સમસ્યાના નિરાકરણ માટે તંત્ર પ્રયત્નશીલ હોવાનું મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું.
Reporter: News Plus