જમ્મુ-પૂંચ નેશનલ હાઈવે 144A પર અખનૂરના તુંગી મોર વિસ્તારમાં એક ભીષણ અકસ્માતની ઘટના બની છે. અહીં ઉત્તર પ્રદેશના હાથરસથી શિવ ખોડી જઈ રહેલા અમરનાથ યાત્રીઓ ની બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.
જેમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.લગભગ 15 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે.તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.હાલ સ્થાનિક પોલીસ અને તંત્રની ટીમ રાહત અને બચાવ કાર્યની કામગીરી કરી રહી છે.પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર પ્રદેશ નંબર ધરાવતી આ બસ જમ્મુથી શિવ ખોડીની ગુફા તરફ જઈ રહી હતી. શિવ ખોડીની ગુફા રિયાસી જિલ્લામાં આવેલી છે, જે કટરા ખાતે માતા વૈષ્ણો દેવી મંદિરથી માત્ર 80 કિલોમીટર દૂર છે.
Reporter: News Plus