ચોમાસાની સીઝનની અંદર જ એમજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે.
શહેરના નિલામ્બર સર્કલ પાસે આવેલ એચ પી પેટ્રોલ પંપની બાજુમાં જતા માર્ગ ઉપર આવેલ mgvcl ના થાંભલા ઉપરથી જીવંત વીજ પ્રવાહ વહેતો હતો આ વહેતા જીવંત વીજ પ્રવાહના સંપર્કમાં બે મૂંગા જીવો આવી જતા તેઓને વીજ કરંટ લાગ્યો હતો અને સ્થળ પર જ તેમનું કરુણ મોત નિપજ્યું હતું. અલબત્ત એમજીવીસીએલની આ પ્રકારની ગંભીર બેદરકારીને કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ એવા સવાલ પણ ઉઠી રહ્યા છે.
અત્યારે વરસાદી સીઝન ચાલી રહી છે ત્યારે વારંવાર વીજ પ્રવાહ ખોરવાઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ ઉપરાંત ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓ પણ સામે આવે છે ત્યારે mgvcl દ્વારા જીવંત વીજ રેશાઓ ના સંપર્કમાં મૂંગા જાનવર કે આમ જનતા ન આવે તેની વિશેષ કાળજી લેવાવી જોઈએ તે જરૂરી બન્યું છે નિલામ્બર સર્કલ પાસે બનેલી ઘટનામાંથી mgvcl કોઈ બોધપાઠ લે અને એ પરત્વે અસરકારક કામગીરી કરે એ આવશ્યક છે.
Reporter: News Plus