News Portal...

Breaking News :

આજવા રોડ સિગ્મા કોલેજ પાસે 62 સોસાયટીઓને પાણી ના આપતા વુડા ખાતે હોબાળો

2024-07-04 14:55:25
આજવા રોડ સિગ્મા કોલેજ પાસે 62 સોસાયટીઓને પાણી ના આપતા વુડા ખાતે હોબાળો


શહેરના આજવા રોડ તથા સિગમા કોલેજ પાસે આવેલી ૬૨ સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પીવા ના પાણી થી હેરાન થઈ ગયા છે ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી ના પ્રમુખ ની ઉપસ્થિતિમાં વુડા ની કચરી ખાતે સૂત્રોચાર કરી અધિકારી ને આવેદન પત્ર આપ્યું હતું.



મહાનગરપાલિકા નો વિસ્તાર વધ્યો છે  પરંતુ સુવિધાના નામે મીંડું છે. જે પહેલેથી પાલિકામાં વિસ્તારને સમાવેશ કરવામાં આવ્યો છે તેને જ પ્રાથમિક સુવિધા આપવામાં તંત્ર તદ્દન નિષ્ફળ ગયું છે. અને ત્યારબાદ મહાનગરપાલિકાએ  જે ગામો નો સમાવેશ કર્યો એમાં પણ તદ્દન નિષ્ફળ ગયું છે. જેનો ભોગ તેના નાગરિકો બની રહ્યા છે. તેવી જ રીતે શહેરના આજવા રોડ તથા સિગમા કોલેજ પાસે આવેલી ૬૨ સોસાયટી આવેલી છે એ સોસાયટીઓ જે સમયે બનાવવામાં આવી હતી. તે સમયે બિલ્ડરો પાણી પૂરું પાડતા હતા પછી બિલ્ડરો અને વુડા વચ્ચે કરાર મુજબ પાણી વુડા તરફથી દરરોજ ૫ એમ એલ ટી પાણી પૂરું પાડવામાં આવે.  


એવો કરાર કરવામાં આવ્યું હતું પાણી વિતરણ કરવાની કામગીરી પાણી પુરવઠા વિભાગ તથા વુડા ની રહેશે. આ કરાર મુજબ ૨ વર્ષ સુધી આ સોસાયટીઓ માં પાણી નું વિતરણ થયું પરંતુ છેલ્લા ૬ મહિના થી આ તમામ સોસાયટીઓ માં પાણી નું વિતરણ વુડા તરફથી કરવામાં આવતું નથી આ સોસાયટી ઓ માં રહેતા તમામ રહીશો પોતાના ખર્ચ કરી ને પાણીની ટેન્કરો દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે છેલ્લા ૬ મહિના થી આ તમામ સોસાયટીઓ ના રહીશો 3 લાખ રૂપિયા સુધીનું પાણી બહાર થી મંગાવી ને ગુજરાન ચલાવતા હતા સોસાયટી ના રહીશો એ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ વુડા તરફથી કાંઈ પણ કામગીરી કરવા માં આવી નથી ત્યારે આજે સોસાયટીના રહીશો દ્વારા વુડા ની કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને તમામ સોસાયટીમાં વહેલી તકે પાણી ની કામગીરી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરી હતી

Reporter: News Plus

Related Post