News Portal...

Breaking News :

ઈન્દોર-જબલપુર એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બા ખડી પડ્યા

2024-09-07 09:47:47
ઈન્દોર-જબલપુર એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બા ખડી પડ્યા


જબલપુર: મધ્યપ્રદેશના જબલપુર રેલવે સ્ટેશન નજીક રેલવે દુર્ઘટના સર્જાઇ છે. જેમાં ઈન્દોર-જબલપુર એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે, ટ્રેનની સ્પીડ ઓછી હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી.


આ ટ્રેન શનિવારે સવારે 5:50 વાગ્યે જબલપુર સ્ટેશન પહોંચી હતી. ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. જ્યારે રેલ્વે ટ્રેક પર વાહનવ્યવહાર ફરીથી શરૂ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. રેલ્વે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.ઈન્દોર-જબલપુર ઓવરનાઈટ એક્સપ્રેસના બે ડબ્બા પ્લેટફોર્મ પર પહોંચતા પહેલા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અંગે માહિતી આપતા પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ઈન્દોર-જબલપુર ઓવરનાઈટ એક્સપ્રેસ જે ઈન્દોરથી આવી રહી હતી અને જબલપુર જઈ રહી હતી. જ્યારે તે ડેડ સ્ટોપ સ્પીડમાં હતી, ત્યારે તેના બે કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે તેમા કોઇ નુકશાન થયું નથી. 


આ ઘટના સ્ટેશનથી લગભગ 150 મીટરના અંતરે બની હતી.જબલપુર ડિવિઝનમાં થોડા દિવસો પહેલા એક રેલવે સ્ટેશન પાસે એક ટ્રેન લોખંડના સળિયા સાથે અથડાઈ હતી, ત્યારબાદ આરપીએફએ ઘટનાની તપાસ શરૂ કરી હતી. પશ્ચિમ મધ્ય રેલ્વેના સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અધિકારીઓને 18 ઓગસ્ટના રોજ લગભગ 10 વાગ્યે કચ્છપુરા રેલ્વે સ્ટેશન નજીક નૈનપુર-જબલપુર ટ્રેન લોખંડના સળિયા સાથે અથડાવાની માહિતી મળી હતી.

Reporter: admin

Related Post